આશિત ઝવેરી અને હની ઝવેરી માટે ઘરેણાં બનાવવા એ કળાસાધના છે. વંશપરંપરાગત રીતે મળેલા આ વ્યવસાયને તેમણે હાથબનાવટના ઘરેણાંની આગવી કળાને જીવંત રાખી સોના, ચાંદી, પ્લેટિનમ, હીરામાણેક અને જડાઉ દાગીનાની કળાને પ્રચલિત કરવાનું સાધન બનાવ્યું છે.
લ્લભવિદ્યાનગર (આણંદ)માં ભાગવત જ્વેલ્સના માલિક દંપતી આશિત ઝવેરી અને હની ઝવેરીની સાથે વાત કરો તો જણાય કે આ યુગલ માટે સોના-ચાંદીના આભૂષણોનું ઘડતર કરવું એ માત્ર વ્યવસાય નહીં, પણ કળાની સાધના છે.
જ્યારે દાગીનાનું ઘડતર મશીન વડે નહીં, પણ નિષ્ણાત કારીગરો વડે થતું હતું તે સમયના આભૂષણો હવે તો હેરિટેજ બની ચૂક્યાં છે. હવે મશીનયુગમાં આવા આભૂષણો બનાવનારા કારીગરો ઓછાં થઇ જતાં આ પરંપરાગત કળા વિસરાતી જાય છે. પરંતુ ભાગવત જ્વેલ્સમાં આજે પણ આ કળા જીવંત છે.
ભાગવત જ્વેલ્સમાં સોનુ, ચાંદી, કિંમતી હીરા વગેરેમાંથી બનતા આભૂષણોની હારમાળાને નિહાળો તો તેનું વૈવિધ્ય, તેની બારીક કલાત્મકતા અને તેના મન મોહી લે તેવા સૌંદર્યને જોઇ આશ્ર્ચર્યચકિત થઇ જવાય. અહીં તમને લાખો રૂપિયાની કિંમતના દાગીના એટલાં મનમોહક હોય કે તમે સહજ રીતે કહી ઉઠો કે કિંમત વસુલ છે.
આશિત ઝવેરીનો સોનીનો વ્યવસાય વંશપરંપરાગત છે. 158 વર્ષ પહેલાં તેમના વડવાઓ આ વ્યવસાયમાં કાર્યરત હતાં, અને ઉત્કૃષ્ઠ કલાત્મક આભૂષણો બનાવવા માટે આશિત ઝવેરીના દાદાએ આફ્રિકાનો પ્રવાસ પણ ખેડ્યો હતો. આ સોની કુટુંબે રાજારજવાડાના દાગીનાઓ પણ બનાવેલ છે.
14 વર્ષની ઉંમરથી આ વ્યવસાયમાં જોડાઈ ગયેલાં અને કળાની આગવી સૂઝ ધરાવતાં આશિત ઝવેરીએ પોતાના વારસાગત વ્યવસાયને વિશિષ્ટ સ્વરૂપ આપીને 2005માં ભાગવત જ્વેલ્સની સ્થાપના કરી, અને સોનું, ચાંદી, હીરા, પ્લેટિનમ, નંગો વગેરેમાંથી આભૂષણોની રચના શરૂ કરી. તેમનું ધ્યેય ભારતની પરંપરાગત આભૂષણ બનાવવાની કળાનો વિકાસ કરવાનું હોવાથી સમગ્ર દેશના શ્રેષ્ઠ કારીગરો પાસે દાગીના બનાવડાવી તેને લોકો સમક્ષ રજુ કરે છે.
તેમનું સ્વપ્ન વલ્લભવિદ્યાનગરને ગોલ્ડસિટી તરીકે પ્રખ્યાત કરવાનું છે. તે માટે તેમણે જ્વેલરી ડિઝાઇન સ્ટુડિયો બનાવ્યો છે. વ્યક્તિના ચહેરાના સ્ટ્રક્ચર મુજબ જ્વેલરીની ડિઝાઇન તૈયાર કરવામાં તેમની માસ્ટરી છે. અત્યાર સુધીમાં તેમણે 60 હજાર જેટલી વિવિધ ડિઝાઇન તૈયાર કરી છે.
આશિત ઝવેરીએ પ્રાચીન અને રજવાડી જ્વેલરી પર ઘણું સંશોધન કર્યુ છે. જુના પુસ્તકોમાંથી આ માટેની વિપુલ માહિતી તેમણે એક્ત્ર કરી છે. તેમની ઇચ્છા જ્વેલરીના ક્ષેત્રે નવી દિશા ચીંધીને નવી પેઢી માટે એક હજારથી માંડીને એક કરોડ સુધીના જ્વેલરીના નવા ક્ધસેપ્ટ તૈયાર કરવાની છે.
તેમણે બ્રાઇડલ વેર જ્વેલરીથી લઇને જેસલમેર સેટ, બલૌયા ઝવરીયા, બાજુરીયા વગેરે રાજસ્થાની જ્વેલરી, ગુલાબફુલ હાર, પૈઈ હાર જેવી પૌરાણિક જ્વેલરી, ચંદનહાર જેવી પરંપરાગત જ્વેલરી જેવી સેંકડો ડિઝાઇન મુજબ આભૂષણોની રચના કરી છે.
ભારતમાં આભૂષણોનું મહત્વ અદકેરૂં છે. ઘરમાં કોઇ પ્રસંગ હોય ત્યારે સૌથી પહેલાં ઘરેણાંની ખરીદી કરવામાં આવે છે. વળી પુષ્યનક્ષત્ર હોય ત્યારે શુકન માટે પણ પોતાની આર્થિક શક્તિ પ્રમાણે ઘરેણાં ખરીદવામાં આવે છે. કોઇને ભેટ આપવા માટે પણ ઘરેણાંની પસંદગી કરવામાં આવે છે.
આશિત ઝવેરી કહે છે કે આપણી સંસ્કૃતિમાં ઘરેણું એ માત્ર શરીરને સજાવવાની ચીજ નહિ પણ પવિત્ર શુકન આદિ પરંપરા માનવામાં આવે છે. આ ભાવનાના કારણે તેનું મહત્વ ઘણું વધી જાય છે.
આપણાં હિંદુ સનાતન ધર્મની એક ઉજળી પરંપરા જે માત્રને માત્ર અલંકારથી સુશોભિત થાય છે અને માનવ શરીરના પંચતત્વને ચેતન પણ કરે છે.
જુનાં જમાનામાં જ્યારે મશીનથી દાગીના બનતા ન હતા ત્યારે હાથબનાવટના દાગીના માટે સોની કે ઝવેરી નિષ્ણાત કારીગરોને રાખતા હતા. તે એવો યુગ હતો જેમાં નાણાં કરતાં ભાવનાનું અને સંબંધોનું મહત્વ વધારે હતું. લગ્નપ્રસંગ જેવા અવસરે દાગીના ખરીદનાર ગ્રાહક આર્થિક સગવડના અભાવે ટુકડે ટુકડે રૂપિયા આપતાં હતાં, છતાં પણ દાગીના બનાવનાર સોની કે તેના કારીગરો તો ચીવટપૂર્વક, એકાગ્રતા રાખીને, એવી ભાવના સાથે ઘડતર કરતાં કે આ ઘરેણું પહેરનાર દીકરી જીવનમાં સુખી થશે.
આશિત ઝવેરીનો ઉદ્દેશ માત્ર ધનઉપાર્જન નહિ પરંતુ આભૂષણો બનાવનાર કારીગરોને રોજગારી પુરી પાડીને આ પરંપરાગત કળાના સંવર્ધનનો પણ છે. ભાગવત જ્વેલ્સમાં તેમની પાસે આવા દરેક કારીગરી માટેના સ્પેશિયલાઇઝ્ડ કારીગરો છે.
જડાઉ એટલે કે કુંદનકામની કળા જે હવે વિસરાતી જાય છે તેના કારીગરો રાખીને આ કળાના સંરક્ષણ માટે પણ તેઓ કાર્યરત છે.
ભાગવત જ્વેલ્સમાં એન્ટિક જ્વેલરીનું વિશાળ કલેક્શન જોવા મળે છે ઉપરાંત સોનાચાંદીના વાસણો, કલાકૃતિઓની પણ વિશાળ ર્શ્રૃંખલા છે. તેમાં પદ્મશ્રી કલેક્શનમાં તો માત્ર ઉચ્ચ ગુણવત્તાના ડાયમન્ડની જ ચીજવસ્તુઓ રખાયેલી છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં પહેરવા લાયક તેમજ આભૂષણો પણ અહીં મળે છે.
અદ્ભૂત અને આકર્ષક આભૂષણોની વિશાળ ર્શ્રૃંખલા ધરાવતા જ્વેલ્સની એક વખત મુલાકાત લેવા જેવી ખરી.