‘માણસ માટેની મરણમૂડી છે સોનું…’

‘માણસ માટેની મરણમૂડી છે સોનું…’

- in News
1760
Comments Off on ‘માણસ માટેની મરણમૂડી છે સોનું…’

શશીકાંતભાઈ પાટડીયા – ‘રાધિકા જ્વૅલર્સ’

સોનાની વાત આવે એટલે સહજ    રીતે ચહેરા પર એક જુદા જ પ્રકારની ચમક છવાઈ જાય અને તેમાંય જો આપણે ગુજરાતી હોઈએ તો તો ગાંજ્યા ના જઈએ. સોનું છે જ ગુજરાતીઓના વૈભવશાળી વારસાનું પ્રતિક. કોઈની સામે પોતાની વૈભવ સમ્પન્નતા અને સુખ-સાહ્યબીની ઝળહળાટના મોં છૂટા વખાણ ન કરે તો આપણી ઓળખાણ ગુજરાતી તરીકે લજવાઈ જાય…!!

સોનુ એ શાસ્ત્ર અને વેદકાલિન યુગથી પ્રત્યેક યુગમાં ઉત્તરોત્તર તેની ચમકને અકબંધ રાખનારી મૂડી છે. ગામડાનો માણસ આજે પણ સો ટચ સોનું લેવાનો આગ્રહ રાખે છે એટલે કે 24 કેરેટ કમ્પ્લીટ ગોલ્ડ….!!!

આ વાકયો છે વડોદરાના ખ્યાતનામ ઝવેરી શશીકાંતભાઈ પાટડીયાના જેમની પેઢીએ સોનાની ચમકને એક-બે દાયકા નહીં પણ પૂરેપૂરી ત્રણથી ચાર પેઢી સુધી જોઈ છે. કહીએ તો લગભગ 150 થી 200 વર્ષ જૂની શશીકાંતભાઈ પાટડીયાની પેઢી કે જે તેમના માદરે વતન રાણપર ગામે તેમના વડલાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. એટલેકે, વડોદરાનું કોઈ જૂનુ રજવાડી વટવૃક્ષ જેટલું તેના મૂળિયાને વડોદરાની ભૂમિમાં ઉંડે સુધી લઈ ગયું હશે ને આજેય પુરાવારૂપે હયાત હોય તેમ શશીકાતભાઈની પેઢીએ ઝવેરી બજારમાં તેમની શાખ સાથે લોકાના વિશ્ર્વાસને મેળવવામાં સંઘર્ષ સાથે સફળતાને વરી છે.

અભ્યાસજીવન દરમ્યાન વ્યવસાયમાં આવવાનું કોઈ પ્રયોજન ન હોવા છતાં 1971માં પિતાજીના અવસાન બાદ , તેમની સાથે તેમના બે નાના ભાઈઓ શ્રી કિશોરભાઈ અને મુકેશભાઈ પાટડીયાને ઉછેરીને સાથે સામાજિક જવાબદારીઓ કુશાગ્રરૂપે નિભાવી સામે આવેલ સંજોગને હસતા મોઢે સ્વીકારીને પિતાની જવાબદારી ઉપાડી. શરૂઆતમાં ગામ રાણપરમાં નાની વયે પિતાના આ વ્યવસાયને સ્વીકારી લેતા પોતાના શિક્ષણની ચિંતા છોડી સંપૂર્ણપણે વેપારમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. એ સાથે જ શરૂઆતમાં લોકમાનસ અને તેમની પસંદ-નાપસંદને સમજવાનું અને તેના પ્રમાણે જ્વૅલરી ડિઝાઈન  જાતે કરતા હતા. ધીમે ધીમે વ્યવસાયની ઢબ આત્મસાત થતી ગઈ એટલે શરૂઆતના અપરિપક્વ વયના સંઘર્ષમાં દિન-પ્રતિદિન નિખાર આવતો ગયો. ગામ રાણપરમાં તેમની પરંપરાગત પેઢી જે ‘બાબુલાલ નાનચંદની પેઢી’ તરીકે લોકજીભે ઓળખાણ પામી ચૂકી હતી તેની સાથે શશીકાંતભાઈની વ્યવસાયના વિકાસાર્થે નવી દિશા તરફ પગ માંડવાની તીવ્ર ઝંખનાએ તેમણે વડોદરા નગરીમાં તેમની ઝવેરી તરીકેની એક પારખી નજરે સ્થાયી થવા માટેનો નિર્ણય લીધો. આ જ અરસા દરમ્યાન તેમણે તેમના નાના ભાઈઓ કિશોરભાઈ અને મુકેશભાઈને લગભગ ગ્રેજ્યુએશન સુધી ભણાવીને પોતાની સાથે વ્યવસાયમાં સામેલ કર્યા. શશીકાંતભાઈ તેમના જીવનની આ સમગ્ર સફર દરમ્યાન ક્યાંય કોઈ જાતની વિકટ પરિસ્થિતિમાં ક્ષણિક પણ હતપ્રભ થયા હોય તેવું તેમની જોડેની વૈયક્તિક વાતચીતમાં ક્યાંય ન દેખાયું એ તેમની એક ઉમદા અને દીર્ઘદ્રષ્ટા સંઘર્ષકારી વ્યક્તિત્વની ઓળખાણ આપે છે.

આ બધા સંઘર્ષોમાંથી પાર પાડીને વડોદરામાં રાધિકા જ્વૅલર્સના નામે તેમણે અદ્યતન શો-રૂમ સ્થાપ્યો અને આજના જમાનાની માંગ અને સરકાર દ્વારા સુનિશ્ર્ચિત કરેલા સોનાની શુદ્ધતાના બી.આઈ.એસ. અને હોલમાર્ક જેવા ધારા-ધોરણોની પૂર્તતા કરીને ગ્રાહકોને શુદ્ધ સોનાની ઉત્કૃષ્ટ જવૅલરીની શ્રૃંખલા પૂરી પાડી. બદલાતી પરિસ્થિતિ સાથે સોનાએ પણ તેની ચમક અને આકારોમાં પરિવર્તનને સ્વીકારીને તે પ્રમાણેના આભૂષણોની માંગને પહોંચી વળવા માટે પોતાની ડીઝાઈનોમાં બારીકમાં બારીક કામ પણ પોતાના કારીગરો પાસેથી કરાવીને ગ્રાહકો માટે ગુણવત્તાસભર જવૅલરી રાધિકા જવૅલર્સ દ્વારા બનાવવામાં આવે છે. સમય સાથે બદલાવવું જ પડે છે કહેતા શશીકાંતભાઈ ઉમેરે છે કે, સોનું તેની ચમક ક્યારેય છોડતું નથી અને બેન્કો અને અન્ય રોકાણો કે ઈન્વેસ્ટમેન્ટ્સ અને શેર્સ તથા બીજી કોઈપણ બચતની યોજનાઓ કરતા સોનુ આજેપણ એટલી જ વિશ્ર્વસનીયતા ધરાવે છે તથા રોકાયેલ નાણાંનું જે તે સમયના સોનાની કિંમત મુજબ મહત્તમ મૂલ્યનું વળતર મેળવવા માટેનું વિશ્ર્વસનીય રોકાણ છે.

  ‘ગુણવત્તા અને પારદર્શકતા એ જ અમારા માટે મહત્વના પાસા છે’ કહેતા શશીકાંતભાઈ ઉમેરે છે કે, આજે સરકાર દ્વારા ભલે સોનાની ખરીદી પર કેટલાક અંકુશો મૂકવામાં આવે કે પાબંદીઓ લગાડવામાં આવે પરંતુ સોનું તેની વિશ્ર્વસનીયતા શાસ્ત્રોક્ત અને વેદકાલિન સમયથી ધરાવે છે જેના લીધે આવી કોઈ વૈકલ્પિક પોલિસીઓથી લોકોનો સોનાની ખરીદી ઉપર વિશ્ર્વાસ કયારેય ડગે નહીં. આજે ગોલ્ડ સાથે અનેક પ્રકારની ઈમિટેટેડ જવૅલરી અને ચાંદીની અન્ય પ્રોડકટ્સ પણ બજારમાં આવી છે તે છતાંય સોનાની ચમક અને ચાહત ગ્રાહકોના મનમાં ઉત્તરોત્તર વધતી જ જાય છે.

સોનાની ખરીદશક્તિ અને વ્યાપ્તતા વિશેની વાત કરતા તેઓ જણાવે છે કે સોનુ એ વિશ્ર્વવ્યાપ્ત છે વૈશ્ર્વિક રૂપ ધરાવે છે જેને કોઈ કાળે કોઈ બંધનો બાંધી શકે નહીં. બીજી રીતે કહીએ તો સોનું એ શ્રૃંગારનો વિષય છે અને શ્રૃંગાર એ સોનાથી જ શોભે છે.

સોનાની વિશ્ર્વસનીયતા અને રોકાણની સેફ સાઈડ તરીકે જોતા આજે મંદીના બજારમાં જ્યાં રિયલ એસ્ટેટમાં પણ જમીન કે બંગલા વેચવા હોય તો જાહેરાતો કરવી પડે જ્યારે સોનું ટીપે ટીપે સરોવર ભરો ને જે બચત થાય તેને કોઈપણ જાતના વધારાના ચડાવ-ઉતાર વગર લગભગ નજીકના વેચાણમૂલ્યે પોતાની મૂડી વટાવી શકાય છે અને તેના માટે કોઈ જાહેરાતો કરવાની પણ જરૂર પડતી નથી.

વડોદરામાં રાધિકા જવૅલર્સના નામે ખ્યાતિ પામીને પણ આજની તારીખે વતન રાણપરમાં તેમના વડલા દ્વારા સ્થાપવામાં આવેલી પેઢીને અદ્યતન એ.સી. શૉરૂમના લુક સાથે રાણપરમાં પ્રથમ એ.સી. શૉ-રૂમ બનાવવાનું ગૌરવ પણ શશીકાંતભાઈ પાટડીયાએ તેમની આ પારંપારિક પેઢીને અપાવ્યું છે અને આજની તારીખે લગભગ 20000ની વસ્તી ધરાવતા ગામમાં લોકો હોંશભેર તેમની પેઢીની મુલાકાત લઈ તેમના શુભ પ્રસંગે સોનાની ખરીદી કરે છે.

સરકાર દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયની સોની બજાર પર પડેલી અસરો અને કેશલેસ ટ્રાન્ઝેક્શનની હિમાયત કરવા બાબતે તેઓ જણાવે છે કે નોટબંધીનું પગલું સારું કહેવાય જેના લીધે ખરેખર જેમની પાસે વધારાનું નાણું તેમની તિજોરીઓમાં જમા થઈને પડ્યું હતું અને જે મૂડી બંધિયાર થઈ ગયેલી તે બહાર આવી જેને લીધે બજારમાં રોકડના ચલણમાં ઘણી બધી તરલતા આવી ગઈ. સુસ્ત પડેલું બજાર અચાનક ધમધમી ઉઠ્યું. પરંતુ પાછળથી લોકોએ સમયસર બેન્કોમાં કેશ જમા ન થતાં વેઠવું પણ પડ્યું અને વેપાર-ધંધાએ પણ તેના પરિણામો ભોગવ્યા. તે છતાં પણ કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ ગ્રાહકોની રોકડની સુરક્ષાની ખાતરી આપે છે તેમના પ્રવાસો દરમ્યાન અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન. પરંતુ આ કાર્ડ કંપનીઓ દ્વારા લેવામાં આવતા ચાર્જીસ કેટલીક વાર વધુ પડતા લાગે છે તેના વિશે સરકાર ગંભીર પણે કંઈક વિચારે તો વેપારમાં થોડીક વધારે તરલતા આવે અને બજાર વધું સ્થિતિસ્થાપક બને તેમાં કોઈ જ બેમત નથી.

સોના સાથે ગ્રાહકના માનસની પરખ રાખનાર શશીકાંતભાઈ તેમની આ આગવી દ્રષ્ટિ અને કોઠાસૂઝને લીધે આજે ઓલ ઈન્ડિયા શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ છે. આ એસોેસિએશનનું કાર્ય તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક સંભાળે છે. સાથે ધાર્મિક સંસ્થાઓમાં બને એટલી ખુલ્લા હાથે આર્થિક સખાવતો પણ કરે છે.

આજની યુવા સ્ત્રીઓની વાત કરીએ તો આજની યુવા છોકરીઓ અને સ્ત્રીઓને ડેલિકેટ ડાયમંડ, એન્ટીક જ્વૅલરીની સાથે સાથે નાજુક નકશીકામવાળી જ્વૅલરીમાં વધુ રસ પડે છે. એટલે કે ટ્રેન્ડ મુજબ યુવા સ્ત્રીઓની ચોઈસીસ બદલાતી જ રહે છે.

શશીકાંતભાઈ એક વાત પણ ખાસ ઉમેરે છે કે સોનું એ શ્રૃંગારનો વિષય છે અને સ્ત્રી શ્રૃંગારથી જ શોભે છે. એટલે સ્ત્રીને શ્રૃંગાર કરતા તેનો ધણી કે રાષ્ટ્રધણી ગમે તેટલી પાબંદી લગાવે તોય સ્ત્રી એ બાબતે વશ થાય

નહીં..!!

બેન્કો દ્વારા અપાતા ધિરાણમાં વ્યાજ અને નફાનો ઉદ્દેશ હોય છે જ્યારે સોનામાં રોકાણ એ સો ટચ વળતરનો ભરોસો અપાવે છે…!!

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો