સંજોગો મુજબ બે સખીઓના સંબંધમાં પણ એકમેક પ્રત્યે રિસ્પેક્ટ જરૂરી બને છે.!

સંજોગો મુજબ બે સખીઓના સંબંધમાં પણ એકમેક પ્રત્યે રિસ્પેક્ટ જરૂરી બને છે.!

- in Samvedna, Womens World
1107
Comments Off on સંજોગો મુજબ બે સખીઓના સંબંધમાં પણ એકમેક પ્રત્યે રિસ્પેક્ટ જરૂરી બને છે.!

પારુલ સોલંકી

એકબીજાને કંઇ પણ વાત બેધડક કહો…કોઇને ફ્રેન્ડ્સની કોઇ પણ વાતનું કંઇ જ દુ:ખ નથી લાગતું. પરંતુ સમય પસાર થવા સાથે ઘણું બધું બદલાઇ શકે છે. એમાં શંકાને સ્થાન નથી…!

દીપાલીની સમજમાં નહોતું આવી રહ્યું કે એણે એની સખી રીમાની કહેલ વાત પર ગુસ્સે થવું કે ચૂપ બેસી રહેવું?

વાત એમ હતી કે દીપાલી અને રીમા બંને કોલેજ ફ્રેન્ડ્સ… બંનેએ હોસ્ટેલમાં અભ્યાસ સમય દરમિયાન સુંદર સમય સાથે વિતાવેલો અને અત્યારે અઢાર વરસોના લાંબા સમયગાળા બાદ એકબીજાને મળ્યાં હતાં. દીપાલીના ઘરે જ રીમા તેને મળવા આવી હતી. ખુશ-ખુશાલ મન સાથે બંનેએ જીવનના નાના મોટા પ્રસંગોની વાતો એકબીજા સાથે શેર કરી. અને વાત-વાતમાં રીમાથી બોલાઇ ગયું,‘એરેરે… દીપાલી… તારા ડાઇનિંગ ટેબલ પર બધી ગોઠવણી ખૂબ જ અવ્યવસ્થિત છે. તું નાસ્તાના ડબા ડાઇનિંગ પર જ રાખે છે તે સાવ ઢગલા જેવું લાગે છે.’

ત્યાં જ દીપાલીનો 16 વર્ષીય દીકરો બહારથી આવ્યો. અને થોડીવાર બાદ રીમા કહે,‘અરે, તારો દીકરો હોશિયાર છે, ક્યુટ છે પણ બહુ ફેટ્ટી છે. દીકરાનું આટલું બધું વજન ના વધવા દેવાય. તું ધ્યાન નથી રાખતી તારા દીકરાનું?’ વાત એકદમ નાની એવી જ હતી, પણ દીપાલીને રીમાની આ વાતો જરા પણ ના ગમી. તે એકદમ સ્તબ્ધ થઇ ગઇ. તેમ છતાં તે સમયે દીપાલી ગમ ખાઇને ચૂપ રહી. હસવામાં વાતને કાઢી નાખી. તે સમયે તેણે રીમાને કંઇ ના કહ્યું. પણ એને રીમા પર એક જાતનો અણગમો આવી ગયો. કેમ કે, રીમાએ કહેલ વાત તેને જરા પણ ગમી નહિ.

મિત્રો, સ્કૂલ-કોલેજ સમયમાં સાથે ભણતી વખતે મૈત્રીનું મહત્ત્વ કુદરતી રીતે જ વધુ હોય છે. એ એક મસ્ત સમયગાળો હોય છે. એકબીજાને કંઇ પણ વાત બેધડક કહો… કોઇને ફ્રેન્ડ્સની કોઇ પણ વાતનું કંઇ જ દુ:ખ નથી લાગતું. પરંતુ સમય પસાર થવા સાથે ઘણું બધું બદલાઇ શકે છે. એમાં શંકાને સ્થાન નથી કારણ કે મૈત્રી સંબંધોના તાણાવાણા હંમેશાં પ્રેમ અને લાગણીથી જ વણાયેલા હોય છે. પણ સંબંધો હંમેશાં અટપટા તો રહેવાના જ.!! અને તેમાં કોઇ ગેરંટી નથી હોતી, તેથી તેમાં ક્યારે કંઇ ગૂંચ પડી જાય તે નક્કી નથી હોતું. કારણ કે, એમાં કારણભૂત હોય છે માનવીનું મન, માનવ સ્વભાવ! એટલે તો કોઇ પણ યુવતીના લગ્ન થયા બાદ લાંબો સમય પસાર થવાના કારણે અને પોતાની સાંસારિક જવાબદારીમાં ગૂંથાઇ જવાને લીધે તેના સ્વભાવમાં થોડું પરિવર્તન આવી શકે. અને

જેથી કરીને તેને જૂની સહેલીની સાદી એવી વાત પણ મન પર ઘસરકા કરી જાય. એક સમયે ઘનિષ્ટ લાગતો સંબંધ એકદમ ઉલ્ઝાઇ જાય કે પછી સંબંધમાં એક ઊણપ આવી જાય છે.

આ પ્રસંગ પરથી આપણને એક વિચાર એવો પણ આવી શકે કે બે સહેલીની મિત્રતામાં ેએક તો સચ્ચાઇ, પારદર્શિતા અને લાગણી ઉપરાંત પરસ્પર  સમજદારી હોવી જોઇએ. તો એમાં દીપાલીને રીમાની આ વાતથી એક અભાવ કેમ આવી ગયો?

મિત્રો, આટલો લાંબો સમય પસાર થાય પછી પણ લાગણી તો બેઉ સખી વચ્ચે જળવાઇ રહેલી હોય છે જ. પરંતુ તેમ છતાં સંબંધોના બીજા ઘણાં બધા સમીકરણો બદલાઇ ચૂક્યા હોય છે. તેથી પહેલાં જેવી પારદર્શિતા નથી રહેતી. અલબત્ત, આમાં સ્વભાવગત અપવાદરૂપ વ્યક્તિ પણ હોઇ શકે. દરેક સ્ત્રીઓને દીપાલીની જેમ જૂની કોલેજ સમયની સહેલીની કોઇ વાતનું ખોટું ના પણ લાગતું હોય અને પહેલાંની પારદર્શિતા જળવાઈ રહેલી હોઈ પણ શકે. તેમ છતાં કોઇક કોઇક સ્ત્રીમાં તેની નજીકની સખી પ્રત્યે દીપાલી જેવો સ્વભાવગત બદલાવ પણ આવી શકે એ શક્ય છે જ.

તેમ છતાં આ પ્રસંગ પરથી એટલું તો કહી શકાય કે ફ્રેન્ડશિપ ભલે વરસો જૂની હોય, પણ લાંબા સમય બાદ જ્યારે બે સહેલીઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે અમુક બાબતોમાં એકબીજાનું રિસ્પેક્ટ જળવાય તો બંને વચ્ચે કોઇ મનદુ:ખ નથી થતું. અને એ રિસ્પેક્ટ જાળવવું પણ જરૂરી છે જ જેથી બેઉના પ્રેમાળ સંબંધમાં મીઠાશ જળવાઇ રહે છે અને મૈત્રી સરસ રીતે માણી શકાય છે.

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય