“જીવન સંસ્કૃતિની ધરોહર છે મારી પત્ની’- જોરાવરસિંહ જાદવ

“જીવન સંસ્કૃતિની ધરોહર છે મારી પત્ની’- જોરાવરસિંહ જાદવ

- in Other Articles
4243
Comments Off on “જીવન સંસ્કૃતિની ધરોહર છે મારી પત્ની’- જોરાવરસિંહ જાદવ
જીવન-સંસ્કૃતિની-ધરોહર

પ્રદીપ ત્રિવેદી

ગુજરાતી સાહિત્યમાં જોરાવરસિંહ જાદવનું એક આગવુું અને વિશિષ્ટ સ્થાન છે. લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય, લોક કલાઓ અને કલાકારોથી ઈતિહાસને પ્રજા સમક્ષ રંગબેરંગી છટાઓ દ્વારા સોરઠી  ક્લેવરમા રજુ કરવામા તેમનો જોટો જડે તેમ નથી….!!!

લોક સંસ્કૃતિને સદાય ધબકતી રાખવામાં જાણતલ અને જોરાવર એવા કલાવિદ્, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક અને ગુર્જર રત્નથી માંડીને અનેક એવોર્ડ્સ-માન સન્માન મેળવનાર જોરાવરસિંહ જાદવને પૂછવામાં આવ્યું કે,‘આપની નજરે પત્ની એટલે?’

મ્યાનમાંથી તલવાર ખેંચવામાં આવે અને જે જુસ્સાથી તન-બદન જોરાવર થઇ જાય અને આંખમાં જોશ ઊભરાઇ આવે એ રીતે  તેમણે કહ્યું કે,‘ પત્ની એ તો લોકકલા, લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિની જેમ મારા જીવનકલાની મોરપીંછ છે. જીવન સાહિત્યની મુખ્ય નાયિકા છે અને જીવન સંસ્કૃતિની ધરોહર છે. હું લોકકલા, લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિના ઉપવનમાં નાચનારો મોર ખરો, પણ આ મોરની ‘કલગી’ તો મારી પત્ની છે. મારા પત્નીના હૂંફાળા સાથ વગર કદાચ હું આ કલાજગતની આટલી બધી સાધના કરી શક્યો ન હોત. ઢગલાબંધ લખાયેલું સાહિત્ય અને કબાટો ભરાય તેટલા મેળવેલા એવોર્ડ્સ વિશે મને ખબર નહીં હોય તેટલી ખબર તેને એકે-એક એવોર્ડ્સની અને મારા સાહિત્યની છે. મારી તમામ સાહિત્યકલાની તેમજ જીવનકલાની ગોઠવણી તે કરે છે.’

અમારે ચાર દીકરીઓ અને એક દીકરો. દીકરીઓ મોટી થતાં હેમકુંવર (પત્ની) મને ઘણીવાર ચિંતિત બનીને કહેતી, દીકરીઓ યુવાન થઇ છે. વાર્તાયું લખવાને લોકકલાકારોના કાર્યક્રમોમાંથી નવરા પડીને સારા વર ને ઘર જોવા માંડો. હું હસતાં હસતાં કહેતો, આપણું તો નરસિંહ મહેતા જેવું છે. કલાકારોને હોટલો ને ઓટલો આપું છું. તો શામળિયે જેમ નરસિંહ મહેતાનું કામ કર્યું એમ મારું કામ નહીં કરે! અને મારી શ્રદ્ધાએ કામ કર્યું. જન્માષ્ટમીના રૂડા દિવસે એકી સાથે ત્રણ દીકરીઓનાં ચાંલ્લા થયા.

હેમકુંવર ઓરમાન મા હોવા છતાં સવાઇ સગી મા બની રહે છે. દીકરીઓને પરણાવતી વખતે તેણેે પોતાના અંગ પરથી ઘરેણાં ઉતારીને પ્રસંગને જાજરમાન રીતે, દૈદિપ્યમાન બનાવ્યો હતો. એટલે તો અમારા કાઠિયાવાડી દુહામાં કહ્યું છે :…‘સાઠી આવલ ભેંસ દૂધ, ઘેર શીલતી નાર, સર્જન હારે સર્જિયા, તીનું રતન સંસાર.’

પ્રથમ પત્ની સજ્જનકુંવર તો સજ્જન હતી. સજ્જનકુંવર દૂધમાં સાકરની જેમ કુટુંબમાં સરળતાથી ભળી ગઇ હતી. સજ્જનકુંવર ખૂબ સંસ્કારી અને દયાળુ હતી. તે વ્યવહારુ બહુ હતી. તેની તમામ વાત મને શીરાના કોળિયાની જેમ ગળે ઉતરી જતી.

આથી જ હું હંમેશાં કહું છું કે –

‘સજ્જનકુંવર અને હેમકુંવર વસંતી ટહુકાએ,મારા જીવનને મ્હેંકતું…મ્હેંકતું કર્યું છે.’

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine