બાપુજીની પેટી

બાપુજીની પેટી

- in Inspiring Story, Navlika
2292
Comments Off on બાપુજીની પેટી

‘હવે શું કકળાટ કરો છો. તમને બાપુજીમાં રસ-પ્રેમ ક્યા હતો? તમને તો બાપુજીની પેટીમાં પડેલી બેંક રસીદો અને મકાનના દસ્તાવેજમાં જ રસ હતો ને!’

બાપુજીનું સંયુક્ત કુટુંબ – બે પુત્રો, વહુવારો, છોકરાઓના સંયોજન રૂપે… બાનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થઇ ગયેલું. બાપુજીની ઉંમર હવે 8પ વર્ષની.

બાપુજીને હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીની તકલીફો. દિવાનખાનાની અંદર બાપુના ઓરડામાં બાપુનો પલંગ. આમ છતાં બાપુજી સ્પષ્ટ સઘળું સાંભળી શકે. સઘળું સ્પષ્ટ સમજી શકે. સ્પષ્ટ વિચારી શકે. આજે પણ સ્પષ્ટ સહીઓ કરી શકે અને બોલી પણ શકે.

પરંતુ હવે બાપુજીની આટલી પાકટ ઉંમરે, આટ-આટલાં દર્દોમાં એક બીજું મોટું ઑપરેશન અને એ પણ મુંબઇની મોંઘીદાટ બ્રીચકેન્ડી હોસ્પિટલમાં કરાવવું પડશે તે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો જ એનું ઓપરેશન કરી શકે તેમ છે એમ અહીંના ડોક્ટરોએ સ્પષ્ટ લેખિત અભિપ્રાય બાપુજીના બંને પુત્રો મોટો ધવલ અને નાના રમણને આપી દીધો હતો.

બંને પુત્રોએ અંદાજ માંડ્યો. બાપુજીને મુંબઇ લઇ જવાનો ખર્ચ ત્યાં હોસ્પિટલમાં રાખવાનો ખર્ચ, ઓપરેશનનો ખર્ચ, દવાનો ખર્ચ, પોતે બંને ત્યાં રહે તેનો ખર્ચ સઘળું મળીને સહેજે રૂા. 30 લાખ તો થઇ જશે. બંને વિચારે ચડ્યા. આવો તોતિંગ ખર્ચ બાપુજીની આ 8પ વર્ષની ઉંમરે કરવાનો? એ કરવો કેટલો વાજબી?

આવી પરિસ્થિતિમાં બંને ભાઇઓ વિચારના ચકરાવે ચડ્યા ત્યારે નાના ભાઇ રમણે મોટા ભાઇને સ્પષ્ટ કહી દીધું, ‘ભાઇ! ધવલભાઇ! આ તો બહુ મોટો ખર્ચ કહેવાય. રૂા. 30 લાખ કાઢવા ક્યાંથી? ધવલે પણ તેમાં સાથ પુરાવ્યો. ત્યાં તો નાના ભાઇ રમણની પત્ની શોભા વચ્ચે ટપકી પડી. અરે! તમે 30 લાખ જેવડી મોટી રકમ વેડફી નાખવા માગો છો? ઑપરેશન પછી પણ આવડી મોટી ઉંમરે બાપુજી જીવવાના કેટલા? લૉન લેશો તો હપ્તા ભરી-ભરીને મરી જશો. હા, બાપુજી પાસે પેટીમાં આશરે 40 લાખ જેટલી બેંક ડિપોઝિટો તેમના નામે હશે, આવડા મોટા આ મકાનની કિંમત સહેજે દોઢ કરોડ રૂપિયા ગણાય. આ બધું આપણને વારસામાં મળે તેમ છે. ત્યાં તમે બાપુજીની સહીઓ કરાવીને 30 લાખ જેવી જંગી રકમની લોન લેવડાવીને બાપુજીનું ઑપરેશન કરાવશો તો પણ એ તો તમે બંને સમજો સરવાળે તો આપણને 30 લાખ રૂપિયા ઓછા જ મળવાના ને! આપણે આવડી મોટી ખોટ સહન કરવાની? બાપુજી હવે કેટલું જીવવાના! જેમ છે એમ ચાલવા દો.. વળી, બાપુજી ઓપરેશન પછી તુરંત પણ કદાચ ગુજરી જાય તો? બધું નકામું જાય ને! આવી ખોટ ખાવાની કઇ જરૂર નથી. આવા વાહિયાત લવારા સામે મોટા ભાઇની પત્ની કામિની જોઇ રહી ત્યારે બાપુજીના બંને પુત્રો એકી અવાજે કબૂલી ઊઠ્યા, હા… હા… સાચી વાત છે. આપણે આમ 30 લાખ રૂપિયા જેવી મોટી રકમ ગુમાવીને આપણા જ પગ ઉપર કુહાડો ન મરાય. વાત હદ બહાર ગઇ. બાપુજી પલંગમાં પડ્યા પડ્યા આ સઘળું સાંભળી રહ્યા. આંખમાંથી અશ્રુધારા વહી રહી.’

હવે મોટા ભાઇની પત્ની કામિનીએ સહુને ચાબખા માર્યા, અરે…રે… તમે બધા આ શું વિચારી રહ્યા છો? કહી રહ્યા છો? બાપુજીએ તમને મોટા કર્યા, પાળ્યા-પોષ્યા, ભણાવ્યા-ગણાવ્યા, પરણાવ્યા એ સઘળાનો ખર્ચ શું બાપુજી માંડવા બેસશે? એ માંડશે તો 30 લાખ રૂપિયાથી વધુ જશે.

શું એમની આ લાચાર ઉંમરમાં હાથે કરીને મોતના મુખમાં ધકેલી દેવાના? એ સ્થિતિમાં તમને વારસો ઓછો મળશે એ વાત સૂઝે છે? કામિની કાળઝાળ થઇ ગઇ, પરંતુ બંને પુત્રોએ 30 લાખ રૂપિયા જિ  જોયા.

બાપુજીના બંને પુત્રોએ પોતાની વાત અને શોભાની વાત સાચી માની લીધી. બીજી બાજુ બિચારા બાપુજી પોતાના બંને પુત્રોની આ સ્વાર્થી ગતિવિધિ-વિચાર અને વૃત્તિને સમજી રહ્યા. પલંગ સામે રાખેલ બાના ફોટા તરફ જોઇને પુત્રોની આવી બેરહેમી વાતની જાણે ફરિયાદ કરી રહ્યા. પરંતુ આ બાપુજી હતા. એમણે પોતાના વાળ તડકામાં સફેદ નહોતા કર્યા. અત્યારે એમણે શાંતિ પકડી લીધી.

આ ઘરનો રોજિંદો ક્રમ હતો કે દિવસે તો છોકરાઓ શાળાએ જાય. આવીને થોડીવારે ટ્યૂશનમાં જાય. સવારે 9 વાગે બંને ભાઇઓ અને તેની પત્નીઓ સહુ નોકરીએ જાય. આમ ઘર ખાલી હોય. બસ આખો દિવસ રૂડી નામની એક નોકરાણી કમ રસોયણ ઘરમાં હોય. સહુના નાસ્તા બનાવે, રસોઇ બનાવે, ઘરનાં કામ કરે અને જિંદગીભરનાં હર્યાંભર્યાં બાપુજી હવે ખાલીપામાં ક્યાંય ખોવાઇ જાય! રાત્રે સહુ ભેગા થાય ત્યારે હવે બાપુજીના ઓપરેશનની વાત ફંગોળ્યા કરે. વારસામાં રૂપિયા 30 લાખ ઓછા ભાગે આવશે એની રામાયણ કરે. બાપુજી સઘળું સાંભળ્યા કરે, પરંતુ એ સાથે વિચાર્યા પણ કરે. પરંતુ તેમણે સ્વીકારી લીધું હતું કે, હવે અહીં આ સઘળા વિશે કંઇ બોલવું અર્થ વિનાનું – પુત્રો સામે બોલવું વ્યર્થ છે…તો હવે?

એક દિવસ આખું ઘર ખાલી થઇ ગયું ત્યારે બાપુજીએ એક વ્યક્તિને મોબાઇલ કર્યો. થોડી વાતો કરી. સામેથી જે પ્રત્યુત્તર મળ્યો તેમાં બાપુજીએ સંમતિ આપી.

ત્યારબાદ બાપુજીએ કામવાળી, રસોયણ બાઇ રૂડીને પોતાની પાસે બોલાવી. એ આવી એટલે બાપુજીએ કહ્યું, ‘જો રૂડી! અહીં મારા પલંગ આસપાસ માખી-મચ્છર બહુ થઇ ગયાં છે. જા ફિનાઇલનો શીશો અને પોતું લઇ આવ. પોતું મારી દે.’ રૂડી ફિનાઇલનો શીશો અને પોતું લાવી કે તરત જ બાપુજી બોલ્યા, ‘અરે રૂડી! હા યાદ આવ્યું તું પહેલાં શામજી એન્ડ કાું.માંથી મારી આ દવા લઇ આવ, એની જરૂર પહેલાં છે. દુકાન જોઇ છે ને! કાળા પથ્થરના દરવાજા પાસે. લે… લે…પૈસા અને આ ચિઠ્ઠી. દુકાન બહુ દૂર છે એથી રિક્ષામાં જજે અને આવજે. વળતાં થોડાં ફળો લેતી આવજે.’ સામું રૂડીએ કહ્યું, ‘બાપુજી! આ બધું બહુ આઘું છે તો વાર લાગશે વાંધો નહીં ને! વળી મારે મારા દીકરાને સ્કૂલે મૂકવા પણ જવાનું છે.’ બાપુજીએ સહેતુક પ્રત્યુત્તર વાળ્યો, ‘ભલે મોડું થાય કંઇ વાંધો નહીં!’

રૂડી ગયા પછી બાપુજીએ એ વ્યક્તિને મોબાઇલ કરીને બોલાવી લીધી. પોતાની વાત કરી. ઇચ્છા દર્શાવી. બસ એ વ્યક્તિ ચારેક કલાક પછી પાછી ફરી. બાપુજીના ઘરેથી ગયેલી રૂડી હજુ આવી નહોતી.

એકાદ કલાક બાદ રૂડી ઘેર આવી. બારણાં તો કોઇએ બંધ કર્યાં જ નહોતાં. રૂડી ઘેર આવતાંવેંત દોડી બાપુજીના ઓરડામાં અને બોલી ઊઠી, ‘બાપુજી! લો તમારી દવા આવી ગઇ છે.’ ત્યાં તો રૂડીએ જોયું કે બાપુજીની ડોક એક બાજુ ઢળી ગઈ છે. ડોળા બહાર નીકળી ગયા છે. જીભ બહાર નીકળી ગઇ છે. મોઢામાંથી ફીણ નીકળી ગયું છે. શરીર ઉપર ફિનાઇલ ઢોળાયેલું છે. આ સઘળું જોઇ રૂડી ડઘાઇ ગઇ. રાડ પાડી ઊઠી. તુરત જ એમણે બંને ભાઇઓને મોબાઇલ કર્યા. ‘જલદી આવો… બાપુજીને કાંઇક થઇ ગયું છે.’ બંને આવ્યા. તેઓની પત્નીઓને પણ જાણ કરેલી. આથી સહુ હજુ રોજના સમય કરતાં વહેલા આવી ગયા. છોકરાઓ આવી ગયા.

બંને પુત્રો-પત્નીઓ રડી પડ્યાં. સમજી ગયા કે બાપુજી ગયા. ચારે તરફ રેલાયેલું ફિનાઇલ બાપુજીના આપઘાતની ચાડી અને પુરાવો પૂરી રહ્યું હતું. ડોક્ટર આવ્યા. બાપુજીને મૃત જાહેર કર્યા. સહુ સ્તબ્ધ થઇ ગયા. એકબીજા સામે જોઇ રહ્યા ત્યારે કામિની કટાક્ષમાં જોઇ રહી. રૂડીએ જે બીના બનેલી તેની રજેરજ વાત કરી. ત્યારે કામિનીથી રહેવાયું નહીં. હવે શું કકળાટ કરો છો. તમને બાપુજીમાં રસ-પ્રેમ ક્યાં હતો? તમને તો બાપુજીની પેટીમાં પડેલી બેંક રસીદો અને મકાનના દસ્તાવેજમાં જ રસ હતો ને! બાપુજીનું બેસણું પતી ગયું. સગાંસંબંધીઓ ગયાં. બસ, બંને ભાઇઓ બાપુજીની પેટી ખોલવામાં લાગી ગયા. પરંતુ ચાવી ક્યાંય મળતી નહોતી. ત્યારે પેટી ખોલવાની અધીરાઇ અને ઉત્સુકતામાં પેટીનું તાળું તોડી નાખ્યું અને પેટી ખોલી તેમાં માત્ર એક વકીલ મારફતે લખેલ એક દસ્તાવેજ હતો… તો? પેટી ખાલી!! નાનો પુત્ર રમણ બરાડી ઊઠ્યો. મોટા ભાઇ પેટી તો ખાલી છે અને આ એક સ્ટેમ્પ પેપર લખાણ કરેલ દસ્તાવેજ છે. હેં! મોટા ભાઇ ચમકી ઊઠ્યા. અરે વાંચ તો એમાં શું લખ્યું છે!

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં