ડાયાબિટીસ અને કિડની

ડાયાબિટીસ અને કિડની

- in Health is Wealth
1606
Comments Off on ડાયાબિટીસ અને કિડની

વિશ્ર્વ અને ભારતમાં વધતા જતા શહેરીકરણ સાથે ડાયાબિટીસનું પ્રમાણ પહેલાં કરતાં વધારે જોવા મળે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ક્રોનિક કિડની ફેલ્યોર અને પેશાબનો ચેપ થવાની શક્યતા વધારે રહે છે તેથી ડાયાબિટીસને કારણે થતા કિડની ફેલ્યોર વિશે દરેક દર્દીએ જાણવું જરૂરી છે. કારણ કે, કિડની બગડવાના જુદા જુદા કારણોમાં સૌથી વધુ જોવા મળતું અને મહત્ત્વનું કારણ ડાયાબિટીસ છે. ડાયાબિટીસની જરૂર પડે તેવા ક્રોનિક કિડની ફેલ્યોરના 100 દર્દીઓમાંથી 3પથી 40 દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસના દર્દીઓમાં કિડની પર થતી અસરનું વહેલું નિદાન આ ભયંકર રોગ થતો અટકાવી શકે છે. ડાયાબિટીસને કારણે કિડની બગડવાની શરૂઆત થઇ ગયા બાદ આ રોગ મટી શકતો નથી, પરંતુ યોગ્ય સારવાર અને પરેજી દ્વારા ડાયાલિસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી ખર્ચાળ અને મુશ્કેલ એવી સારવારની જરૂર પડે તે તબક્કાને પાછો જરૂર ઠેલી શકાય છે.

ડાયાબિટીસથી કિડનીને થતા નુકસાનના ચિહ્નો :

શરૂઆતના તબક્કામાં કિડનીના રોગમાં કોઇ પણ ચિહ્નો જોવા મળતા નથી. પરંતુ ડોક્ટર દ્વારા કરાયેલી પેશાબની તપાસમાં પ્રોટિન જતું જોવા મળે તે કિડનીના ગંભીર પ્રશ્ર્નની પહેલી નિશાની છે. ત્યાર બાદ ક્રમશ: લોહીના દબાણમાં વધારો અને પગે મોઢા પર સોજા આવે છે.

*  ડાયાબિટીસ માટે જરૂરી દવા કે ઇન્સ્યુલિનના ડોઝમાં ક્રમશ: ઘટાડો થવો.

*  કિડની વધુ બગડવા સાથે ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ દવા વગર કાબૂમાં રહે છે. આવા કેટલાક દર્દીઓ ડાયાબિટીસ મટી ગયાનો ગર્વ અને આનંદ અનુભવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બાબત કિડની ફેલ્યોર વધવાની ગંભીર નિશાની છે. આંખ પર ડાયાબિટીસની અસર થઇ હોય અને તે માટે લેઝરની સારવાર લીધી હોય તેવા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીની કિડની ભવિષ્યમાં બગડી જતી જોવા મળી છે. કિડની બગડવા સાથે લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ વધે છે. આ સાથે ક્રોનિક કિડની ફેલ્યોરના ચિહ્નો જોવા મળે છે અને સમય સાથે તેમાં ક્રમશ: વધારો થતો જાય છે.

કિડની પર ડાયાબિટીસની અસરનું વહેલું નિદાન કઇ રીતે થાય

ડાયાબિટીક કિડની ડીસીઝના નિદાન માટે બે ખૂબ જ અગત્યની તપાસ પેશાબમાં પ્રોટિન અને લોહીમાં ક્રિએટીનીન છે.

શ્રેષ્ઠ પદ્ધતિ : પેશાબમાં માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયાની તપાસ.

સરળ પદ્ધતિ : દર ત્રણ મહિને લોહીનું દબાણ મપાવવું અને પેશાબમાં આલ્બ્યુમિનની તપાસ કરાવવી. આ બિનખર્ચાળ, સરળ, બધે ઉપલબ્ધ એવી પદ્ધતિથી કોઇપણ ચિહ્નો ન હોય તે તબક્કે કિડની પર ડાયાબિટીસની અસરનું નિદાન થઇ શકે છે.

ડાયાબિટીસની કિડની પરથી અસર કઇ રીતે અટકાવી શકાય?

*  ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ.

*  ડાયાબિટીસ તથા લોહીના દબાણ પર યોગ્ય કાબૂ.

*  વહેલા નિદાન માટે યોગ્ય તપાસ.

*  લોહીના દબાણ પર યોગ્ય કાબૂ રાખી લોહીનું દબાણ 130/80 મિ.મી.ની નીચે રાખવું. લોહીના દબાણ માટે વહેલાસર દવાઓ લેવી.

* ખોરાકમાં ખાંડ, ગળ્યું તથા નમક ઓછા પ્રમાણમાં લેવું. ચરબીયુક્ત ખોરાક ન લેવા.

*  વર્ષમાં ઓછામાં ઓછી એક વખત કિડનીની તપાસ કરાવવી. (પેશાબમાં આલ્બ્યુમિન તથા લોહીમાં ક્રિએટીનીન)

અન્ય સૂચનો : નિયમિત કસરત કરવી. તમાકુ-ગુટખા, પાન-બીડી, સિગારેટ તથા આલ્કોહોલ (દારૂ) ન લેવા.

ડાયાબિટીસની કિડની પર થતી અસરની સારવાર :

*ડાયાબિટીસ પર યોગ્ય કાબૂ.

* ચોક્કસપણે, હંમેશ માટે લોહીના દબાણને કાબૂમાં રાખવું. તેની નોંધ રાખવી. લોહીનું દબાણ વધે નહીં એ કિડનીની કાર્યક્ષમતા જાળવવા માટે ખૂબ જ અગત્યની બાબત છે. એસીઇ અને એઆરબી તરીકે જાણીતી દવાઓ જો શરૂઆતના તબક્કામાં વાપરવામાં આવે તો તે લોહીના દબાણને ઘટાડવાનું અને સાથે વધારામાં કિડનીને થતું નુકસાન ઘટાડવાનું પણ કામ કરે છે.

* સોજા ઘટાડવા ડાઇયુરેટિક્સ દવા અને ખોરાકમાં મીઠું (નમક) તથા પ્રવાહી ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે.

* જ્યારે લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ વધે ત્યારે દવા દ્વારા સારવારની દર્દીને જરૂરિયાત પડે છે. કિડની સંપૂર્ણ રીતે બંધ થઇ જાય ત્યારે દવા લેવા છતાં તકલીફ વધતી જાય છે અને આ તબક્કે ડાયાલિસીસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ