બર્જન કાઉન્ટી ના બર્જન પરફોર્મીંગ આર્ટ સેન્ટરમાં ડૉ. હેતલ ગોર અને હેલ્થ મિડિયાએ ખૂબ જ આગવી પદ્ધતિમાં અદ્યતન વિઝ્યુઅલ ઈફેક્ટ્સ સાથેનો રંગારંગ મ્યુઝિકલ ડાન્સ શૉ આયોજિત કર્યો હતો. એમ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય કે એક બ્રોડવે સ્ટાઈલ ભવ્ય ઈન્ડિયન શૉને આકાર આપ્યો હતો. જેને સફળ બનાવવામાં તેના પૂરેપૂરા સર્જન અને સંચાલનનું થીમ એએટીએમએ ડાન્સ એકેડેમીના અમિત શાહે કર્યું હતું.
આ ભવ્ય આયોજનમાં મહાનુભાવો સહિત ડૉક્ટર્સ, મીડિયાની નામી વ્યક્તિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શૉનો મુખ્ય હેતુ ડૉ. ગોરના ભારતીય કલા અને સંસ્કૃતિના વારસાને આગળ વધારવાના ઉદ્દેશને બર્ગન કાઉન્ટી અને મુખ્ય બજારોમાં આગળ પ્રમોટ કરી તેની આગવી ઓળખ ઉભી કરવાનો હતો. આ ભવ્ય આયોજનમાં અમોંગ ઈન્સ્યોરન્સ એજન્સીના સીમા જગતિયાણી પણ હાજર રહ્યાં હતા. જ્યારે અન્ય મહાનુભાવોમાં શશી ઐરી, ઈનેબલ બ્રિલિયન્ટના પ્રેસિડેન્ટ સાથે ડૉ. નિમીષા શુક્લા, 101.5 એફએમના માલિક પણ હાજર રહ્યાં હતા. આ સમગ્ર પ્રસંગની સફળતા બદલ અને ભારતીય કલા સંસ્કૃતિને વિદેશની ભૂમિ પર યાદગાર ઈવેન્ટરૂપે રજૂ કરવા બદલ ઓમકારાના ફાઉન્ડર નિશ્ર્ચલ પરીખે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ફીલિંગ્સના શ્રી અતુલ શાહે ઉપસ્થિત રહી ભારતીય કલા સંસ્કૃતિની વિશિષ્ટ ઝલક પણ માણી હતી..!