નેટ ડાયરી

નેટ ડાયરી

- in Net Diary, Social Media
4474
Comments Off on નેટ ડાયરી
Net Diary

– હેતલ શાહ

VIRAL VIDEOS

સોશિયલ મીડિયામાં અમુક સ્લેન્ગ શબ્દો કોઇન થઇ ગયા છે જે ઇન્ટરનેટ પર ફરતી ઘણી આઇટમો માટે વપરાતા હોય છે. એમાંથી એક શબ્દપ્રયોગ છે :- ‘કુછ ભી?’ આ કુછ ભી કેટેગરી એટલે એવી કેટેગરી કે એ વીડિયો જોયા-સાંભળ્યા પછી આપણને એમ થાય કે આખિર કહેના યા કરના ક્યા ચાહતે હો જનાબ? પહેલી નજરે કંઇ જ સેન્સિબલ ન લાગે એવા અમુક વીડિયો હમણાંથી ખૂબ વાઇરલ થયા છે જેમાં આખા દેશમાં ટોચ ઉપર હોય તો એ છે કે ઢીંચાક પૂજાના વીડિયોઝ. ઓહ..! માય ગોડ… શું કરે છે આ છોકરી? ‘દિલો કા શૂટર હૈ મેરા સ્કૂટર, દિલો કા શૂટર… આહ આહ’ આવું રેપ સોંગ? ઇરીટેટિંગ તમને ભલે લાગ્યું હોય પણ અત્યારે એ ટોપટેન ટ્રેન્ડિંગ લિસ્ટમાં છે બોસ. ‘દિલ મારું બાહુબલી… પાછળથી તે ઘા કરી… કેમ બની કટપ્પા’ આ હાસ્યાસ્પદ ગુજરાતી વીડિયો લગભગ બધાએ જોઇ લીધો છે અને ન જોયો હોય તો બે ડિસ્પ્રીન લીધા પછી જોવો. આ ‘કુછ ભી’ વાઇરલ વીડિયોઝમાં લેટેસ્ટ છે ‘સોનું… સોંગ.’ આ સોનું સોંગ ક્યાંથી આવ્યું એ ખબર નથી પણ તેના ગુજરાતીમાં એક કરતાં વધુ વર્ઝન અવેલેબલ છે. બીજી ભાષામાં પણ છે. આ ફની કોરસ સોંગ રેડિયો અને વીડિયો બંનેમાં ખૂબ ચાલે છે. ન જોયું હોય તો ફક્ત ‘સોનુ સોંગ’ એવું સર્ચ કરશો એટલે મળી જશે. જોકે, એક સમાચાર મુજબ પૂજાના વીડિયો યુ ટ્યુબે દૂર કર્યા છે છતાં સર્ચ કરતા ક્યાંક તે જોવા મળે છે.

WHAT ‘S IN  WhatsApp?

બોસ, વડાપ્રધાન મોદી ઇઝરાયલ ગયા અને ત્યાંના વડાપ્રધાન સાથે દરિયા કિનારે ફરવા ગયા. દરિયાના પાણીમાં પગ બોળ્યા અને આપણાં પ્રધાનમંત્રીએ પાટલૂન ઊંચું પકડી રાખ્યું તે તસવીર વોટસએપમાં સૌથી વધુ ફરી રહી છે. જોકે, વોટસએપમાં પહેલી તારીખ પછી તો ફોટોઝ કરતાં ક્લાસરૂમમાં ભણાવતા હોઇએ એવી થિયરીઝ વધુ ફરી રહી છે. જીએસટીનો ક્રેશ કોર્સ જ નથી બલકે, ફૂલ કોર્સ થઇ જાય એટલું જ્ઞાન વોટ્સઍપમાં ઠલવાઇ રહ્યું છે. ગરમાગરમ સેવ-ટામેટાનું શાક જેવા જીએસટીના ફની ફૂલફોર્મ અને જોક્સ તો ખરા જ! વડાપ્રધાન મોદી સાહેબનું રાજકોટમાં ગાજવીજ વરસાદે જે

ભવ્ય રીતે સ્વાગત કર્યું તેની તસવીરો અને વીડિયોઝ પણ વોટ્સએપમાં

ખૂબ ફોરવર્ડ થયા.

FREAKING FACEBOOK

વરસાદી સીઝનમાં ફેસબુક ઉપર દર બીજી પોસ્ટ ભજિયા ને વાંછટની કવિતા અને જૂની પ્રિયતમાના વિરહ ઉપર જ હોય ને ભેરુડાઓ! વરસાદની સીઝનમાં રસ્તામાં પડતા ભૂવાઓ અને સરકારી પ્રિ-મોન્સૂન પ્લાનિંગની ઠેકડીઓ ઉડાડવાનું નેટિઝન છોડે? ર૦૧૭ની સાલ ચાલે છે તો પણ વરસાદ આવ્યાને દસ મિનિટ પણ ન થઇ હોય ત્યાં લાઇટ ચાલી જ જાય. અમુક વિસ્તારોમાં તો વરસાદ આવે એની પહેલાં અંધારપટ છવાઇ જતો. ટૂંકમાં કહેવાનું એ છે કે ગુજરાતની ચૂંટણી નજીક છે અને બધા પક્ષોનો ચૂંટણીપ્રચાર જોરશોરથી ચાલતો હોય પણ પબ્લિકને મળતી બેઝિક સર્વિસ હજુ વીસમી સદીની હોય તો એની હૈયાવરાળ ફેસબુકમાં જ ઠલવાય ને! પાકિસ્તાન સામું ફાઇનલ ક્રિકેટ મેચ હારી ગયા એનો ગુસ્સો ઘડીકમાં તો ન ઉતરે ને!

MOBILE MANIA

* કેમેરાના લેન્સ બનાવવા માટેની વર્લ્ડ બેસ્ટ કંપની ઝેઇસ અને મોબાઇલ ફોનની દુનિયામાં ભૂલાઇ ગયેલું એક નામ એટલે નોકિયા. આ બંને કંપનીઓ ભેગી થઇને નવો સેલફોન આપશે જેમાં ડ્યૂઅલ-લેન્સ (ડ્યૂઅલ કેમેરા નહિ) સેટઅપ હશે.

 

* ભાઇ! પોલિટિક્સના શોખીન છો? ટ્રમ્પ ગમે છે? અને નોકિયાનો ફોન પણ ગમે છે? જો આ ત્રણ અલગ અલગ બાબતોને માણી શકતા હોય અને ગજવામાં રૂપિયા હોય (જીએસટી સહિત) તો નોકિયાનો ૩૩૧૦ ફોન રશિયન કેવીઆર કંપનીએ બહાર પાડ્યો છે. એ ફોનની પાછળની સાઇડ ટ્રમ્પ અને પુતિનની ગોલ્ડ ટાઇટેનિયમની બનેલી ઇમેજ હશે. ભાવ? ફક્ત એક લાખ સાઠ હજાર!

 

* આઇફોનના શોખીન છો અગર તો આઇફોન વસાવવાનું સપનું જુઓ છો? એપલ કંપનીનો ભૂતપૂર્વ ઇજનેર નામે એન્ડી ગ્રીગ્નોને એક પુસ્તકમાં એવું કહ્યું છે કે આઇફોનને કારણે મારા છૂટાછેડા થયા. એ પુસ્તકમાં એવું પણ લખ્યું છે કે શરૂઆતમાં સ્ટીવ જોબ્સને આઇફોન ઉપર ભરોસો હતો નહીં. હવે એવું શું કામ? એના માટે તો તે બુક વાંચવી પડે. ઝવય ઘક્ષય ઉયદશભય

 

* હૃદય વિનાનો મનુષ્ય હોય? ના હોય? પણ બેટરી વગરનો સેલફોન આવી રહ્યો છે. અમેરિકાની એક રિસર્ચ કંપનીએ દાવો કર્યો છે કે તેઓએ એવો ફોન બનાવ્યો છે આસપાસના રેડિયો સિગ્નલ અને પ્રકાશમાંથી ઊર્જા મેળવી લે માટે એમાં બેટરીની જરૂર નથી ! માની લો કે દસ વર્ષ પછી એ ફોન બજારમાં મળવા માંડે અને આપણે એ ફોન સાથે કોઇ પર્વતની ટોચ ઉપર કે જંગલના અંતરિયાળ ભાગમાં રાતે ખોવાઇ ગયા તો?

 

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં