નિત્યા – એક સ્ત્રી

નિત્યા – એક સ્ત્રી

- in Navlika
2249
Comments Off on નિત્યા – એક સ્ત્રી
Nitya Ek Female

– વર્ષા તન્ના

‘મુંજાલ અમારા એરેન્ડ મેરેજ હતા પણ અમારો પ્રેમ લયલા મજનુ જેવો હતો, ના… ના… છે.’ આટલું બોલતાં બોલતાં સુલુનો અવાજ ગંભીર બની ગયો હતો. ‘અમારો સત્યેન એ મારા અમોલની મારી માટેના તેના પ્રેમની ભેટ છે.’

મુંજાલ એક પછી એક વસ્તુ બેગમાં ભરવા લાગ્યો. કેટલા બધા શર્ટ તેની પાસે હતા. તેને પણ શર્ટ મૂકતાં મૂકતાં આ વિચાર આવ્યો. દરેક રંગના શર્ટ હતા, પણ બ્લ્યુ રંગની મેજોરિટી હતી. તે શરૂઆતમાં સુલુને મળવા જતો ત્યારે દરેક વખતે નવું જ શર્ટ પહેરી જતો. શર્ટ રિપીટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખતો. સુલુને બ્લ્યુ રંગ ખૂબ ગમતો હતો. તે જ્યારે બ્લ્યુ રંગનું શર્ટ પહેરીને જતો ત્યારે તે તેના માથા પર હાથ ફેરવી વાળ વીંખી નાખતી અને બોલતી ‘યુ આર લુકિંગ સ્માર્ટ.’ ખબર નહીં ક્યારે મુંજાલને પણ બ્લ્યુ રંગ વધારે ગમવા લાગ્યો હતો. શર્ટ સામે જોતાં જોતાં જ મુંજાલે પોતાના વાળ પર હાથ ફેરવી લીધો.

અત્યારે તે બધું ખાલી કરતો હતો. રસોડામાંથી બધું ખાલી કર્યું. બરણીમાંથી બિસ્કિટ, સેવ ગાંઠિયા અને વેફર્સ તો ક્યારનાંય ખાલી થઇ ગયા હતા. ફ્રીઝમાંથી દૂધ અને જ્યુસ, બ્રેડ બધું ખાલી થઇ ગયું હતું. ડાઇનિંગ ટેબલ પર રાખેલી ફળોની ખાલી ટ્રે પણ તેની સામે દાંતિયા કરતી હતી કે મલકાતી હતી તે મુંજાલ સમજી ન શક્યો.  આવું બધું ખાલીપણું જોવા કરતાં તેણે ભરેલી બેગ સામે નજર કરી અને હવે તે જેટલું મોડું કરશે તેટલી તેની જ દોડાદોડી વધશે. હજુ તેના ઘણાં કામ બાકી હતા. બેંકનું ખાતું બંધ કર્યું નથી. ભલે ચાલુ રહ્યું. તેમાં થોડા પૈસા રાખ્યા હતા. એક વખત બેંકના મેનેજરને મળવાનું મન થયું. માત્ર બેંક મેનેજરને જ… કે પછી સુલુને? તે મુંબઇ આવ્યો અને પોતાની ઓફિસ જોઇન્ટ કરી એટલે તેના બોસ મિ. ત્રિપાઠીએ પહેલું કામ તેને બેંકની લોન પાસ કરાવવા માટેના પેપર તૈયાર કરવાનું કહ્યું. આ પેપર તેણે ખૂબ સારી રીતે અને ઝડપથી તૈયાર કર્યાં. આ કુશળતા જોઇને ત્રિપાઠીએ બેંકમાં જઇ લોન પાસ કરાવવાનું કામ પણ તેને જ સોંપ્યું. તે બેંક મેનેજર પાસેે ગયો અને તેણે આ કામ માટે મિસ સુલભા જૈનની ઓળખાણ કરાવી. બસ પછી તો આ પેપર હમણાં અને આ પેપર પછી જોઇશે, આમ કરતાં કરતાં તેની અને સુલુની મુલાકાત વધતી ગઇ. એટલું જ નહીં, આ ક્લાયન્ટ અને ઓફિસરનો સંબંધ ક્યારે દોસ્તીમાં ફેરવાઇ ગયો તેનો વિચાર કરવાનો સમય પણ મુંજાલને કે સુલુ કોઇનેય ન રહ્યો. તેમના સંબંધમાં સુલુની મોટી વય કે તેનો ત્રણ વરસનો દીકરો કે સુલુનું વિધવા હોવું કે લોકોની થોડી ચણભણ કંઇ વચ્ચે ન આવ્યું. તેમની દોસ્તી, તેમનો પ્રેમ પેલા ગંગામાં તરતા દીવાની જેમ ટમટમ્યા કર્યો.

ખાસ કરીને બંનેનો એક શોખ કોમન હતો કોફી પીવાનો! કેટલીય વખત બંને જણ સીસીડીમાં બેસી કોફી પીતાં. ઘણી બધી વાતો કેટલીયે વખત થતી. તેમાં અમોલની યાદનો સથવારો પણ હતો. સત્યેનની મસ્તીનો ખજાનો પણ આ કોફીના ધુમાડાની સુગંધમાં ભળતો. મંદા સાથેના લગ્ન અને આ પછી તેની ઝીણી ઝીણી ટેવોનું

મુંજાલને પૂછ્યું. મુંજાલ સાવ બાઘાની જેમ તેની સામે જોઇ રહ્યો. સુલુ તેના તરફ જોઇને ખડખડાટ હસી પડી અને બોલી, ‘મારા બુદ્ધુરામ અહીંથી તું જાય ત્યારે તું મંદા માટે કંઇક તો લઇ જઇશ ને? તેને શું ગમે? ‘તેને રસગુલ્લા બહુ ભાવે’ મુંજાલ બોલ્યો. હવે સુલુ વધારે હસી અને બોલી, ‘રસગુલ્લા તો પેટમાં પડી ઓગળી જશે. સ્ત્રીઓને ગમે એવી કંઇક ચીજ લઇ જા.’ એમાં મને કંઇ ખબર ન પડે? મુંજાલ ગૂંચવાઇને બોલ્યો. મુંજાલને ગૂંચવાતો જોઇ સુલુએ માત્ર મલક્યા કર્યું. થોડા દિવસ પછી સુલુએ એક સુંદર મજાની સાડી મુંજાલના હાથમાં મૂકી અને બોલી, ‘આ મંદા માટે લઇ જા. મંદાને આ રંગ ખૂબ શોભશે.’ મુંજાલ તો સાડી જોતો રહી ગયો અને બોલ્યો, ‘તને કેમ ખબર પડી કે મંદાને આ રંગ શોભશે?’ ‘તારી વાત પરથી.’ સુલુએ સાવ સહજ ભાવે કહ્યું ‘અત્યારે.’ આ સાડીને થોડીવાર જોઇ રહ્યો. પછી તેણે ખૂબ જતનથી બેગમાં મૂકી.

એટલામાં બેલ વાગી. અરે, કોણ આવ્યું હશે? મહેશને તેનો પગાર, ટિફિનવાળા બહેનને તેના પૈસા બધાને બધું ચૂકવાઇ ગયું છે. કોઇ બાકી તો રહેતું નથી. કોણ હશે તેનો વિચાર કરતાં કરતાં મુંજાલે દરવાજો ખોલ્યો. સામે સુલુ ઊભી હતી. તેને સુલુ અત્યારે આવશે તેની આશા પણ ન હતી. તે આવો પણ ન કહી શક્યો. સુલુ તેનો હાથ પકડીને આઘો કરી અંદર દાખલ થઇ. તે કશું બોલી ન શક્યો. માત્ર તેને અંદર જતાં જોઇ રહ્યો. એક પ્રકારનો પમરાટ જાણે આખા ઘરને ઘેરી વળ્યો. આ પમરાટનું ધુમ્મસ માત્ર તેના મનને જ નહીં પણ તેના તનને, ખાસ કરી તેની આંખોને ઘેરી વળ્યું. તેનું મન માનવા તૈયાર ન હતું કે સુલુ અત્યારે અહીં આવી શકે પણ તેની સામે સુલુ ઊભી હતી. આંખોમાં ધુમ્મસિયો પમરાટ હતો. આ પમરાટ મનગમતો લાગ્યો. કારણ કે, સુલુ એ તો મસ્તીભરી હવા છે. ક્યારે તમારા પર ખુશ થાય અને ક્યારે રિસાઇ જાય તે ખબર નહીં. અત્યારે તેને થોડા દિવસ પહેલાંની વાત યાદ આવી ગઇ. ઓચિંતી એક દિવસ સુલુએ કોફી પીવા આવવાની ના પાડી. ખબર નહીં પણ મુંજાલ સુલુનો ચહેરો વાંચી ન શક્યો. મુંજાલે પણ સુલુને કોફી પીવા સાથે આવવા આગ્રહ ન કર્યો. તે કશું બોલ્યા વગર ત્યાંથી રવાના થઇ ગયો અને તેની કાયમની કોફીશોપમાં ગયો. સુલુએ ના પાડી હતી. એટલે તેને કોફી પીવાની ઇચ્છા વિશ્ર્લેષણ કોફીના ટેબલ પર થતું. કેટલીયે વખત બંને કશું બોલ્યા વગર સાવ ચૂપચાપ કોફીની ચુસકીઓ લેતાં. બંને ભલે મૌન રહેતાં પણ તેઓનું મૌન ચોક્કસ કોઇક મીઠું ગીત ગાતું. તેના ગાલ પર આવતી લટ શરૂઆતમાં માત્ર જોયા કરતો, પણ તે લટ સાથે ક્યારે રમવા માંડ્યો તેની તેને પણ ખબર રહી નહીં. સુલુ અમોલની વાત કરતી ત્યારે તેના ચહેરા પર જે ભાવ આવતા તે મુંજાલને ગમતા. મુંજાલ એક વખત બોલ્યો પણ હતો કે ‘સુલુ, તારી આંખોમાં, તારી વાતોમાં રહેલા અમોલને હવે હું ઓળખું છું. તારા જીવનના લયમાં અમોલ ધબકે છે.’ આ સાંભળી સુલુની આંખમાં અનોખી ચમક આવી ગઇ હતી અને તે બોલી ‘મુંજાલ અમારા એરેન્જ્ડ મેરેજ હતા પણ અમારો પ્રેમ લયલા મજનુ જેવો હતો, ના… ના… છે.’ આટલું બોલતાં બોલતાં સુલુનો અવાજ ગંભીર બની ગયો હતો. ‘અમારો સત્યેન એ મારા અમોલની મારી માટેના તેના પ્રેમની ભેટ છે. મારા જીવનનો ના… ના… અમારા જીવનનો આધાર છે.’

મુંજાલના લગ્ન હજુ થોડાં સમય પહેલાં જ થયા હતા અને મંદાએ બીએડની હજુ શરૂઆત કરી હતી. એટલે તે તેની સાથે આવી ન હતી અને સાથે સાથે એમ પણ હતું કે, કલકત્તામાં તેનું કામ ટેમ્પરરી હતું. જો તે થોડો સમય એકલો રહે તો ખર્ચો ઓછો થાય અને બચત થાય. તો હવે પછી પોતે પોતાનું ઘર અમદાવાદ જેવા શહેરમાં લઇ શકે અને ત્યાં સેટલ થઇ શકે. એટલે મંદાએ બીએડ કરવા માટે અહીં અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું. મુંજાલના આ કલકત્તા શહેર છોડવાથી કોઇને કશો ફરક પડવાનો નથી. આ ફલેટના માલિકને નવો ભાડુઆત મળી જશે અને કામ કરતાં મહેશને નવો શેઠ. મયંક, નવીનને નવો દોસ્ત અને તેના બોસને નવો કર્મચારી. હા,એક અઠવાડિયાથી જ સમીર આવી ગયો છે તેની જગ્યા લઇ લીધી હતી.

તે જશે તો… કશી છાપ છોડીને જશે તેવી કાબેલિયત તેનામાં ક્યાં હતી? તેણે બાંધેલા સંબંધો થોડા ઇ-મેલમાં સંકેલાઇ જશે કે તેણે કરેલા કામ થોડા વખત પછી તેના નામ સાથે પૂરા થઇ જશે. બસ, આટલી જ પોતાની ઓળખ. અહીં આ ભરચક નગરમાં પણ તે કેટલું ખાલીપણુ અનુભવે છે. હા, તેને હવે કદાચ મંદા વગર ગમતું નથી? ‘તું અહીંથી મંદા માટે શું લઇ જવાનો છે?’ એક દિવસ એકાએક સુલુએ મુંજાલને પૂછ્યું. મુંજાલ સાવ બાઘાની જેમ તેની સામે જોઇ રહ્યો. સુલુ તેના તરફ જોઇને ખડખડાટ હસી પડી અને બોલી, ‘મારા બુદ્ધુરામ અહીંથી તું જાય ત્યારે તું મંદા માટે કંઇક તો લઇ જઇશ ને? તેને શું ગમે? ‘તેને રસગુલ્લા બહુ ભાવે’ મુંજાલ બોલ્યો. હવે સુલુ વધારે હસી અને બોલી, ‘રસગુલ્લા તો પેટમાં પડી ઓગળી જશે. સ્ત્રીઓને ગમે એવી કંઇક ચીજ લઇ જા.’ એમાં મને કંઇ ખબર ન પડે? મુંજાલ ગૂંચવાઇને બોલ્યો. મુંજાલને ગૂંચવાતો જોઇ સુલુએ માત્ર મલક્યા કર્યું. થોડા દિવસ પછી સુલુએ એક સુંદર મજાની સાડી મુંજાલના હાથમાં મૂકી અને બોલી, ‘આ મંદા માટે લઇ જા. મંદાને આ રંગ ખૂબ શોભશે.’ મુંજાલ તો સાડી જોતો રહી ગયો અને બોલ્યો, ‘તને કેમ ખબર પડી કે મંદાને આ રંગ શોભશે?’ ‘તારી વાત પરથી.’ સુલુએ સાવ સહજ ભાવે કહ્યું ‘અત્યારે.’ આ સાડીને થોડીવાર જોઇ રહ્યો. પછી તેણે ખૂબ જતનથી બેગમાં મૂકી.

એટલામાં બેલ વાગી. અરે, કોણ આવ્યું હશે? મહેશને તેનો પગાર, ટિફિનવાળા બહેનને તેના પૈસા બધાને બધું ચૂકવાઇ ગયું છે. કોઇ બાકી તો રહેતું નથી. કોણ હશે તેનો વિચાર કરતાં કરતાં મુંજાલે દરવાજો ખોલ્યો. સામે સુલુ ઊભી હતી. તેને સુલુ અત્યારે આવશે તેની આશા પણ ન હતી. તે આવો પણ ન કહી શક્યો. સુલુ તેનો હાથ પકડીને આઘો કરી અંદર દાખલ થઇ. તે કશું બોલી ન શક્યો. માત્ર તેને અંદર જતાં જોઇ રહ્યો. એક પ્રકારનો પમરાટ જાણે આખા ઘરને ઘેરી વળ્યો. આ પમરાટનું ધુમ્મસ માત્ર તેના મનને જ નહીં પણ તેના તનને, ખાસ કરી તેની આંખોને ઘેરી વળ્યું. તેનું મન માનવા તૈયાર ન હતું કે સુલુ અત્યારે અહીં આવી શકે પણ તેની સામે સુલુ ઊભી હતી. આંખોમાં ધુમ્મસિયો પમરાટ હતો. આ પમરાટ મનગમતો લાગ્યો. કારણ કે, સુલુ એ તો મસ્તીભરી હવા છે. ક્યારે તમારા પર ખુશ થાય અને ક્યારે રિસાઇ જાય તે ખબર નહીં. અત્યારે તેને થોડા દિવસ પહેલાંની વાત યાદ આવી ગઇ. ઓચિંતી એક દિવસ સુલુએ કોફી પીવા આવવાની ના પાડી. ખબર નહીં પણ મુંજાલ સુલુનો ચહેરો વાંચી ન શક્યો. મુંજાલે પણ સુલુને કોફી પીવા સાથે આવવા આગ્રહ ન કર્યો. તે કશું બોલ્યા વગર ત્યાંથી રવાના થઇ ગયો અને તેની કાયમની કોફીશોપમાં ગયો. સુલુએ ના પાડી હતી. એટલે તેને કોફી પીવાની ઇચ્છાતેને ન હતી. પણ ક્યાં જવું તે ખબર ન હતી. પગ આપોઆપ રોજના કોફીશોપ તરફ વળી ગયા. તે ત્યાં જઇને બેઠો. ક્યાંય સુધી બેઠો. કોફી પીધા વગર જ ઊભો થઇ ઘરે પહોંચી ગયો.

આટલો વિચાર મુંજાલ કરે ત્યાં તો સુલુ રસોડામાંથી પાછી ફરી અને બોલી ‘કોફી પણ ખાલી કરી નાખી છે કે પછી…?’ હવે મુંજાલની આંખો પરથી પેલું મનગમતું ધુમ્મસ દૂર થયું અને તેણે ખૂલ્લી આંખો ખોલી. ‘ના, ના… ત્યાં જ છે.’ બોલતો બોલતો મુંજાલ પણ સુલુની પાછળ રસોડામાં ગયો. તેણે કબાટના એક ખાનામાં વધેલી ચીજવસ્તુ જમા કરી હતી. તેમાંથી કોફીની બોટલ સુલુને આપી. રસોડામાંથી બહાર નીકળી ગયો. પાછળ પાછળ સુલુ કોફીના બે કપ લઇ બહાર આવી ત્યારે મુંજાલ રૂમમાં ન હતો. કોફીની સુગંધ મુંજાલને ખૂબ ગમતી. તે ક્યાં ગયો હશે? તે હવે એકલી એકલી કોફીમાંથી નીકળતા ધુમાડા જોતી હતી. ત્યાં હાંફતો હાંફતો મુંજાલ આવ્યો. તેના હાથમાં મોનેકો અને મૅરી બિસ્કિટના પેકેટ હતાં. ‘આજે બિસ્કિટ ન હોત તો ચલાવી લેત.’ સુલુ બોલી. ‘ના, ના… કોઇ વસ્તુ વગર ચલાવી કેમ લેવું?’ મુંજાલ બોલ્યો, ‘જે ટેવ છે તે છે.’ ‘તારા વગર હવે ચલાવવું જ પડશે ને?’ સુલુ બોલી અને મુંજાલે સામે જોયું. બંનેની નજરો મળી અને પડ્યા પછી વસ્તુ ફરી વ્યવસ્થિત ગોઠવાઇ જાય તેમ નજર ફરી ગોઠવાઇ ગઇ.

‘તારે હજુ બહુ પેકિંગ બાકી છે? હેલ્પ કરું?’ સુલુએ સહજતાથી પૂછ્યું.

‘ના, ના…લગભગ થઇ ગયું છે.’ મુંજાલે જવાબ આપ્યો. ‘તો ચાલ છેલ્લી વખત સાથે બેસી કોફી પી લઇએ.’ આટલું બોલતાં કોફીના બંને કપ લઇ બાલ્કની તરફ ચાલી. મુંજાલ પ્લાસ્ટિકની બે ખુરશી લઇ તેની પાછળ ખેંચાયો.

‘તને અહીં કેટલા વરસ થયા?’ સુલુએ વાતની શરૂઆત કરી. ‘લગભગ બે વરસ.’ મુંજાલે કોફીનો ઘૂંટ ભરતાં કહ્યું.

‘મને યાદ છે ત્યાં સુધી તને અહીં આવ્યાને બે વરસમાં હજુ બે મહિના અને સત્તર દિવસ બાકી છે.’ સુલુ બોલી પણ મુંજાલે તેને કશો જવાબ આપ્યો નહીં. કારણ કે, મુંજાલ જાણતો હતો કે સુલુની ગણતરી એકદમ પાકી હોય છે. સુલુએ વાત આગળ વધારતાં કહ્યું, ‘તું જ્યારે પણ આવ્યો પણ આપણા પરિચયને ગણો તો લાંબો ટાઇમ અને આમ ગણો તો બહુ થોડો સમય થયો છે. તારા આવ્યા પછી મને એક સથવારો મળ્યો જિંદગી જીવવાનો. હું અમોલની યાદ સાથે જીવતી હતી. આજે પણ જીવું છું. પણ ખબર નહીં તારી મૈત્રીનો હાથ ઝાલ્યા પછી અમારા એટલે કે, મારા અને અમોલની યાદની જિંદગીનો બુઢાપો જતો રહ્યો. આપણે કેટલીયે વખત કોફીશોપમાં બેઠાં. કેટલીયે વખત સત્યેનને રમાડતાં પાર્કમાં બેઠાં. ઘણી વખત આપણે ગંગા કિનારે અસ્ત થતા સૂરજને સાથે નિહાળ્યો. કેટલું બધું મનગમતું આપણે એકમેકની સાથે કર્યું.’

‘તું તો કવિતા જેવું બોલે છે.’ મુંજાલ ખૂબ ધીમેથી બોલ્યો. તેને પણ આ સાંભળવું ખૂબ ગમતું હતું. ‘સાચોસાચ આપણી મૈત્રી એક કવિતા જ છે! સુલુ આંખ બંધ કરીને બોલી મને લાગે છે કે, આ કવિતાને જો કવિતા જ રાખવી હશે તો આપણે હમણાં અને અત્યારે જ છૂટા પડવું પડશે. આટલું બોલી તે ઊભી થઇ ગઇ.’

‘હું કંઇ સમજ્યો નહીં. કંઇ સમજાય તેવું બોલ.’ મુંજાલે સુલુનો હાથ પકડી લીધો.

‘જો મુંજાલ તેં મને જેટલા દિવસ આપ્યા તે મારા. મેં તેને મારા મનની મંજુષામાં સાચવીને મૂકી દીધા છે. આ બહુ થોડો સમય આપણો મનગમતો સમય જો કદાચ લંબાત તો તેને સમયની જ નજર લાગત. તેમાં કેટલાય સાચકબુલા, સાચી-ખોટી વાતો કે તારા-મારા ગમા અને અણગમાઓની ટક્કર થાત. તારા લગ્ન મંદા સાથે થયા છે. તું તેની સાથે સારી રીતે તારું જીવન પસાર કર. હું મારું જીવન મારા અમોલની યાદ અને સત્યેનના ઉછેરમાં પસાર કરીશ. તું હવે મને પત્ર કે મેલ લખતો નહીં. હા, મારી યાદ આવે તો તું મંદાનો હાથ પકડી અસ્ત થતા સૂર્યને જોજે અને નાનકડી કવિતા વાંચી સંભળાવજે. મને કોઇ દિવસ પત્ર કે મેલ લખતો નહીં. મને ભૂલી જજે એમ નથી કહેતી. તારું નવું સુખમય જીવન શરૂ કરજે.’ આમ બોલી તેણે મુંજાલના ગાલ પર હળવું ચુંબન કર્યું અને જતાં જતાં બોલી, ‘મારે નાનકડી મીઠી કવિતા થવું છે કોઇ મહાકાવ્ય નહીં.’

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય