મુસાફર…
સાવ કાચી પળ, મુસાફર
જિંદગી અટકળ, મુસાફર
સાવ ખોટાં હું અને તું;
બસ, ખરાં અંજળ, મુસાફર
સુખ વરસશે, એના ટાણે;
થા નહીં વિહવળ, મુસાફર
ભીતરે ભગવાન સૌની;
કોઇ ક્યાં નિર્બળ, મુસાફર
નિત્ય જગના ભવ્ય મેળે;
ભાવથી તું ભળ, મુસાફર
– કિરીટ ગોસ્વામી-જામનગર
મો-૯૮૭૯૪ ૦૧૮૫૨
આપ કા SMS
ડૂબતા જીવનના તમે શ્ર્વાસ છો, કહુ કેમ કે તમે કૈંક ખાસ છો, તમે ફૂલ નહીં પણ જમીન પર ઉગતા ઘાસ છો, સાચુ કહું તમે એક મોટો ત્રાસ છો.
હલ્લા-ગુલ્લા
યુવતી પરફ્યુમ લગાવી બસમાં ચડી એટલે યુવકે કોમેન્ટ કરી,‘ આજકાલ લોકો બહુ ફીનાઈલ લગાવે છે,’ તો યુવતીએ સામે જવાબ આપતા કહ્યું, ‘તોય માંખો હજી પીછો નથી છોડતી.’
– નેટ જોક્સ
સૂડી-સોપારી
ક્યારેક ક્યારેક માણસ કેટલીક ઘટનાઓને જાતે જ ધારી લે છે, વાસ્તવિક રીતે એની
ધારણાઓથી સત્ય સાવ જુદુ અને સરળ હોય છે….!
-યોગીન્દ્
ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી
બહરાઈચના મુરાવ્વસ ગામે બોરીંગ પાસે જમીનમાંથી ઉગેલું મહાકાય
ફૂલ – અજાયબી સાથે કૂતુહલ પ્રેરક ઘટના…
જાપાનમાં શરૂ થઈ નેકેડ સ્કૂલ – પરંપરાને સાચવવાનો પ્રયત્ન..!
જાપાનીઓ બુલેટ ટ્રેન દોડાવવામાં તો અવ્વલ છે જ પરંતુ પોતાની પરંપરાને સાચવવામાં પણ એટલા જ પાવરધા છે. જો કે, તેમની આ પરંપરા જાપાનીઓની સર્વસામાન્ય ઈમેજથી તેમને તદ્દન જુદી તારવનારી છે. વાત છે જાપાનના સ્પા…ની.! જાપાનમાં અઢળક સ્પા છે જેમાં તેની રાજધાની ટોકિયોના હિનોદેયુ સ્પાએ તદ્ન નવતર પ્રયોગ સાથે જાપાનની એક જૂની પરંપરાને આજના યુવાઓમાં જીવંત રાખવા માટે નેકેડ સ્કૂલની શરૂઆત કરી છે. આ સ્પાની વિશેષતા એ છે કે અહીંયા તમારે સ્નાન કરવા માટે ઉતરવું હોય તો તમામ કપડા ઉતારીને સામૂહિક રીતે આ બાથ હાઉસમાં સ્નાન કરવા માટેની તૈયારી રાખવી પડશે…! આ જાપાનની એક વર્ષો જૂની પરંપરા છે જેને સીંટો નામથી ઓળખવામાં આવે છે. આજની જાપાની યુવાપેઢી આ પરંપરાને ભૂલી ગઈ છે તેને જીવંત રાખવા આ નવતર પ્રયોગ કરાયો છે…! તો કેવું પછી, એક વખત બોર્ન ડે સ્યુટમાં ટ્રાય કરી શકાયને…!!
બે કૉકપીટ સાથેનું ૩૮૫ ફૂટ લાંબી પાંખોવાળું વિમાન…!!
અમેરિકન કંપની માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક પૉલ-એલને તેનું સ્ટ્રેટોલૉન્ચ વિમાન જગત સામે ખુલ્લુ મૂક્યું ત્યારે જોનારાઓની આંખો ચાર થઈ ગઈ…! આ વિમાનની સાઈઝ અને તેના આકાર તથા ઉંચાઈ એ કોઈ મહાકાય યુદ્ધ જહાજ જેવા લક્ષણો ધરાવે છે. આ વિમાનની ઉંચાઈ લગભગ ૫૦ ફૂટ જેટલી છે. જ્યારે તેની પાંખો આશરે ૩૮૫ ફૂટ જેટલી લાંબી છે અને તેનું વજન લગભગ ૧૩ લાખ પાઉન્ડ છે. તેમાં અઢી લાખ પાઉન્ડનું ફ્યુઅલ ભરી શકાય છે. તેનો ઉપયોગ રોકેટથી લદાયેલા સેટેલાઈટ લોન્ચ કરવા માટે થવાનો છે. જ્યારે વિમાનમાં બે કોકપિટ છે જે એક વિશેષતા પણ અને આશ્ર્ચર્ય પણ છે. તેને દોડાવવામાટે ૨૬ પૈડાઓનો ઉપયોગ થયો છે. તો મિત્રો.. Let’s Fly….!!!