માર્ચ મહિનાનું રાશિ પ્રમાણે ફળકથન – બેજન દારૂવાલા

માર્ચ મહિનાનું રાશિ પ્રમાણે ફળકથન – બેજન દારૂવાલા

- in Astrology, Bejan Daruwala
2613
Comments Off on માર્ચ મહિનાનું રાશિ પ્રમાણે ફળકથન – બેજન દારૂવાલા
March astrology

મેષ

મહિનાના પૂર્વાર્ધમાં પંચમેશ સૂર્ય કુંભ રાશિમાં રહીને આર્થિક અવરોધો તથા સંતાન સંબંધી ચિંતાઓ કરાવે. પંચમ સ્થાનમાં રાહુ હોવાથી અને સામે સૂર્યની દૃષ્ટિના કારણે પ્રણયજીવનમાં પણ તમારી વચ્ચે અહમ્ અને અવિશ્ર્વાસના કારણે તણાવની શક્યતા વધશે. મંગળ તમારી રાશિમાં આવતાં આપનામાં જોશ અને ઉત્સાહ વધશે અને કોઇપણ કામ કરવામાં પણ તમે ખૂબ રૂચિ લેશો.

વૃષભ

મહિનાના પ્રારંભમાં દસમા ભાવમાંથી સૂર્ય-બુધ-કેતુ પસાર થાય છે. ધનેશ-પંચમેશ દસમા ભાવમાંથી ભ્રમણ કરવાથી જે જાતકો જમીન-મકાનના કામ સાથે સંકળાયેલા છે તેમને મોટા કોન્ટ્રાક્ટ મળવાના યોગ છે. દસમા ભાવમાં કેતુનું ભ્રમણ હોવાથી હરીફો અને હિતશત્રુઓ તમને પછાડવાનો પ્રયાસ કરશે. સાતમા-બારમા સ્થાનનો સ્વામી મંગળ બીજા સપ્તાહથી બારમા ભાવથી પસાર થાય, જીવનસાથીની તબિયત સંભાળવી.

મિથુન

મહિનાના આરંભ મીન રાશિમાં મંગળ, શુક્ર છે, જ્યારે ભાગ્યસ્થાનમાં સૂર્ય અને બુધ સાથે કેતુની યુતિ છે. શરૂઆતના ચરણમાં તમારા કાર્યક્ષેત્રમાં વધારો થાય. આર્થિક લાભ પણ મળે તથા આનંદના પ્રસંગો પણ ઉદ્ભવી શકે. તા. ૫ અને ૬ મહત્ત્વના નિર્ણય પણ લેવા નહીં. મહિનાની શરૂઆતમાં જ મંગળ રાશિ બદલીને અગિયારમે જતો રહેશે જે જન્મભૂમિથી દૂરના કામકાજોમાં ગતિ વધારશે. મૂરતિયાઓ માટે સાનુકૂળ સમય.

કર્ક

મહિનાના પ્રારંભિક સપ્તાહમાં ભાગ્ય સ્થાનમાં ઉચ્ચની રાશિમાં મંગળ સાથે યુતિમાં રહેલો શુક્ર હવે વક્રી થવાથી આપની માનસિક ચિંતા વધશે. બીજા સપ્તાહ બાદ બુધ અને શુક્ર આપના નવમા સ્થાનમાં યુતિમાં આવશે, જ્યારે મંગળ રાશિ પરિવર્તન કરીને કર્મસ્થાનમાં જતો રહેશે, જેથી કોઇ લાભદાયી સમાચાર મળવાની સંભાવના છે. રિયલ એસ્ટેટ, કૃષિ, મશીનરી, એન્જિનિયરિંગ ક્ષેત્રે જાતકો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકશે.

 

સિંહ

આ મહિનાની શરૂઆતમાં દામ્પત્યજીવનમાં વધારે તકલીફ ઊભી થાય. સંબંધોમાં તિરાડ પડે. કલેશ અને તકરાર થાય. જીવનસાથી સાથે બિનજરૂરી દલીલબાજી પણ થાય. તબિયતની ખાસ કાળજી રાખવાની સલાહ છે. ઉપરી અધિકારીઓ સાથે વિવાદ થઇ શકે છે. નાની મુસાફરી થવાના યોગ છે. વિદ્યાર્થીવર્ગને વધારે મહેનત કરવી પડશે. આ સમયમાં વારસાગત મિલકત કે જમીનને લગતી બાબતમાં જાતકને ફાયદો થાય.

કન્યા

આ મહિનાના મંગળ આપની રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે. આપે હવે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. કારણકે, ગરમીજન્ય રોગો ઉપરાંત જેમને હરસ, મસા, સ્નાયુઓમાં તણાવ કે સાંધાના દુ:ખાવો હોય તેમને રોગો માથું ઊંચકે તેવી શક્યતા રહેશે. નોકરિયાતોને કામની પ્રશંસા થાય. તમે બૌદ્ધિકતાથી પોતાની પ્રગતિનો માર્ગ ઘડી શકશો, જેમાં ઉપરીઓ અને વરિષ્ઠ કર્મચારીઓનો ખૂબ સારો સાથ-સહકાર મળશે.

તુલા

મહિનાના આરંભે કુંભ રાશિમાં સૂર્ય-બુધ અને કેતુ યુતિમાં રહેશે. જ્યારે છઠ્ઠા ભાવમાં શુક્ર અને મંગળની યુતિ રહેશે. નોકરિયાતોને નવી તકો મળવાનો તબક્કો છે. હાલની નોકરીમાં પણ તમે પૂરા જોશ અને ઉત્સાહથી કામ કરશો અને સર્જનાત્મક વિચારો સાથે કામ કરીને તમારા ઉપરીઓને પ્રભાવિત કરશો. બુધ છઠ્ઠા ભાવમાં શુક્ર સાથે યુતિમાં આવતાં પ્રોફેશનલ મોરચે સર્જનાત્મક વિચારો વધુ આવે.

વૃશ્ચિક

આપની રાશિનો અધિપતિ મંગળ પાંચમે શુક્ર સાથે ભ્રમણ કરી રહ્યો છે જે આપના માટે અતિ શુભદાયક છે. નવા પ્રેમસંબંધોની શક્યતા છે. હાલમાં વિદ્યાર્થીજાતકો પણ સર્જનાત્મકતા સાથે ખૂબ સારી પ્રગતિ કરી શકે. સંતાનપ્રાપ્તિ ઇચ્છુક જાતકો માટે સમય આશાસ્પદ જણાઇ રહ્યો છે. નોકરિયાતોને ઇન્સેન્ટિવ કે એવોર્ડ રૂપે ફાયદો થાય. બીજા સપ્તાહના સમયમાં કોર્ટ-કચેરીની બાબતોમાં સફળતાની શક્યતા વધશે.

ધન

પ્રારંભિક તબક્કામાં જેઓ બેન્કિંગ, ફાઇનાન્સ કે શરાફી કાર્યોમાં સંકળાયેલા છે તેમને કોઇપણ દસ્તાવેજી પ્રક્રિયાઓમાં ધ્યાન રાખવું. આર્થિક વ્યવહારોની લેખિત નોંધ રાખવી. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ અનુકૂળતા વધતી જાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ દરમિયાન થોડો ગુસ્સો રહે. પરંતુ એકદંરે અભ્યાસમાં મન ચોટતું લાગે. પ્રથમ સપ્તાહમાં શુક્ર વક્રી થતાં મોજશોખની ચીજવસ્તુનો વેપાર કરનારાઓએ તેમજ હોટલ-મોટેલના ધંધાર્થીઓએ ધ્યાન રાખવું જરૂરી છે. કાગળ-કાપડ તેમજ સ્ટેશનરીના ધંધાર્થીઓ પણ ગફલતમાં ન રહેતા એવી ગણેશજી ટકોર કરી રહ્યા છે. બીજા સપ્તાહથી તમારા વિચારોમાં સકારાત્મકતા રહેશે અને કામકાજમાં પણ આત્મવિશ્ર્વાસ અને જુસ્સા સાથે આગળ વધવાનો અભિગમ રાખશો. બુધનો મીન રાશિ એટલે ને નીચ રાશિમાં પ્રવેશ થાય છે જે લગ્નજીવનમાં તેમજ ભાગીદારી પેઢીમાં ભાગીદારો સાથે વ્યવહાર બગડવાનો સંકેત આપે છે. વડીલોને સંતાનના પ્રશ્ર્ને અનુકૂળતા વધે. શેર તેમજ સટ્ટામાં જોડાયેલા જાતકો વિશ્ર્લેષણ શક્તિ સારી રહેવાથી ટૂંકાગાળામાં તેમજ ટૂંકા નફાના દૃષ્ટિકોણ સાથે સોદો કરીને નફો મેળવી શકશે. તા.૧૫થી સૂર્ય મીન રાશિમાં પ્રવેશતાં કુટુંબના સામાજિક તેમજ વ્યવસાયિક કાર્યોને વેગ મળે. નવો વેપાર શરૂ કરવા અથવા વર્તમાન કાર્યોમાં નવી પદ્ધતિ અપનાવવા, નવી નોકરીની તકો શોધવા માટે સમય અનુકૂળ થતી લાગે. જેઓને પાણીની ઘાત હોય તેમણે આ સમયમાં ખાસ સાચવવાનું રહેશે. અંતિમ સપ્તાહમાં વિદેશમાં કામ કરતા જાતકોને અટવાયેલા કાર્યો કે કરારોનો નિકાલ આવે. પ્રોફેશનલ હેતુથી ટૂંકા તેમજ લાંબા પ્રવાસો ખેડવા માટે સમય સારો જણાય છે.

 

મકર

મહિનાની શરૂઆતમાં પ્રવાસ કરવાનો મોકો મળે. જોકે, ૪ તારીખ દરમિયાન પિતાતુલ્ય વ્યક્તિને તકલીફ પડી શકે એમ છે. પેટના રોગોમાંથી મુક્તિ મળે. વિવાહિત જીવનમાં પ્રેમમાં વધારો થાય કે અવિવાહિત વ્યક્તિના જીવનમાં નવી વ્યક્તિ આવી શકે એમ છે. અત્યારે પ્રોપર્ટી, ઘર, સાધન, સુખસુવિધામાં વધારો થઇ શકે એમ છે. કાર્યક્ષેત્ર તેમજ નોકરી માટે સારું રહે. નોકરીમાં માન-પ્રતિષ્ઠા મળે. પ્રવાસ કરી શકાય.

 

કુંભ

શરૂઆતના સમયમાં કોઇ પીઢ ઉંમરના કે વિદ્વાન લોકો સાથે મળવાનું થાય. તેમની સાથે ક્યાંક બહાર કે ઘરમાં સારા ભોજનની સંભાવના થાય. આ સમયમાં તમારી આવક સારી રહેશે. બદલાતી ઋતુમાં થોડું સ્વાસ્થ્ય બાબતે સંભાળવું પડે. દામ્પત્ય જીવનમાં શ્ર્વસુર પક્ષના લોકોને મળવાનું થાય. હાલમાં તમે દામ્પત્યસુખ ઓછું માણી શકશો. તા.૧૯, ર૦ કોઇક નવા જોમ-જુસ્સા સાથે કંઇક કરવાની પ્રેરણા થાય.

 

મીન

મહિનાના પ્રારંભમાં તમારી રાશિમાં જ ઉચ્ચનો શુક્ર હોવાથી પ્રેમસંબંધોમાં ઘણું સામિપ્ય રહેશે. તમે પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી વિજાતીય પાત્રોને સરળતાથી આકર્ષી શકશો. મંગળ આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે જેનું ભ્રમણ કૌટુંબિક પ્રશ્ર્નો ઉપસ્થિત કરે છે. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય અને બુધ બંને તમારી રાશિમાં જ આવી જશે. પ્રેમસંબંધોમાં થોડી કાળજી રાખવી પડશે. અહમ્નો ટકરાવ થઇ શકે છે.

Facebook Comments

You may also like

UMBARRO- Gujarati movie special screening by IGSCA Atlanta-USA

IGSCA-International Gujarati Cultural Society Atlanta, USA is committed