ગ્રામ્યવિસ્તારોકેજ્યાંઆજેપણકેટલીકજગ્યાએપ્રાથમિકસુવિધાઓસાથેઆધુનિકમેડિકલસવલતોઉપલબ્ધનથીતેવાલોકોનાજીવતરનાતાપમાંટાઢકઆપવાનુંઅનોખુંકાર્ય ‘છાયડો’ સંસ્થાકરેછે…!
આપણાં સમાજનું માળખું એવું તો વિચિત્ર રીતે તૈયાર થયું છે કે એક તરફ શહેરો અને નગરોની આધુનિક સુવિધાઓથી ઓવરફ્લો થતી જીવનશૈલીની ઝાક ઝમાળ. જ્યારે બીજી તરફ હજી પણ એક એવો સમુદાય છે જે શિક્ષણ સાથે આરોગ્ય સારવારની પ્રાથમિક જરૂરિયાતો માટે વલખા મારે છે.
પરંતુ ક્યાંક ક્યાંક કોઈ માનવતાનો મહેરામણ બનીને અને માત્ર દેહની ખુલ્લી આંખોએ જ નહીં પરંતુ આત્મિક આંખો પણ જેમની ખુલી ગઈ છે એવા લક્ષ્મીપતિઓ દેશના આવા જરૂરિયાતમંદ લોકોને તેમની અડચણરૂપ જિંદગીમાં અને જીવનના દોઝખભર્યા તાપમાં ક્યાંક ‘છાંયડો’ બનીને તેમના જીવતરને ટાઢક પહોંચાડે છે.
સંસ્થાની સ્થાપના : ‘છાંયડો’ સંસ્થાના મૂળ ફાઉન્ડર શ્રી પોપટભાઈ વ્યાસે 1987માં સૌપ્રથમ એક ડોરમેટરીની સુવિધા શરૂ કરીને ગરીબોને આધારરુપ ટ્રસ્ટ ‘દર્દીઓ અને ગરીબોના ટ્રસ્ટ’ હેઠળ ડોરમેટરી સેવાઓ શરૂ કરી હતી. આગળ જતા તેમને અકસ્માત થતાં તેમણે તેમની આ સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી ભરતભાઈ શાહના ખભે મૂકી. જેના પરોપકારી કાર્યોના સુખદ પરિણામો આજે લોકોને મળે છે.
છાંયડો સંસ્થાના કાર્યો પર દ્રષ્ટિપાત :- 1998માં સ્થપાયેલી છાંયડો સંસ્થા પોપટભાઈ વ્યાસના પ્રમુખપદ સાથે 14 ટ્રસ્ટીઓનું માળખું ધરાવે છે. આ સંસ્થાનો પ્રથમ એવો નિયમ છે કે જ્યારે ડોનર્સ પાસેથી ફંડ રેઈઝ કરવાનો હેાય ત્યારે શરૂઆત સ્વથી જ કરવાની. એટલેકે, ટ્રસ્ટીઓ પોતે જ સંસ્થાને પ્રથમ ડોનેશન પૂરું પાડે પછી અન્ય સેવાભાવી લક્ષ્મીપતિઓ કે સમાજના સન્નિષ્ઠ સેવકો જે સ્વેચ્છાએ સંસ્થાને મદદ કરવા માંગતા હેાય તેમના ફંડસને આવકારવામાં આવે છે.
‘છાંયડો’ દ્વારા ચાલતા વિવિધ સેવાકાર્યો:-
ભોજનશાળા : સંસ્થા શરૂ થયેથી 1998માં સૌપ્રથમ દર્દીના સગાઓને ભોજન મળી રહે તે અર્થે શરૂ કરવામાં આવેલી ભોજનશાળામાં માત્ર 3 રૂપિયામાં જ (એક ટાણાના 3 રૂપિયા) ઘર જેવા જ પૌષ્ટિક અને શુદ્ધ ભોજનની સગવડ પૂરી પાડવામાં આવે છે.
આ ભોજનશાળામાં રોજના લગભગ 500 થી 550 જેટલા લાભાર્થીઓ ભોજન લે છે.
મેડિકલ સ્ટોર :- ‘છાંયડો’ દ્વારા સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ રાહતદરના મેડિકલ સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે. 2004માં શરૂ કરવામાં આવેલો આ મેડિકલ સ્ટોર સિવીલના દર્દીઓને 20% રાહત દરે જ્યારે અન્ય દર્દીઓને ટભ% રાહત દરે દવાઓ આપે છે જ્યારે સર્જીકલ આઈટમોમાં 15% જેટલું વિશેષ ડિસ્કાઉન્ટ આપે છે. જ્યારે કેટલાક ખાસ કિસ્સાઓમાં નિયમોના દાયરામાં રહીને મેડિકલ રીલિફ ફંડમાંથી 50% થી વધુ ચેરીટી ડીસ્કાઉન્ટ પણ કરવામાં આવે છે. વિશેષ કિસ્સાઓમાં તમામ દવાઓ મફત આપવાનો પણ વિશેષાધિકાર સંસ્થાના વ્યવસ્થાપન પાસે છે.
એમઆરઆઈ સેન્ટરની સુવિધાઓ :-
આજે સૌથી વધું મેડીકલ ચેકઅપ કરવાનો ખર્ચ કરવાની કોઈ પદ્ધતિ હોય તો તે છે એમઆરઆઈ સ્કેનીંગની…! જે વિશેષ કિસ્સાઓમાં દર્દીઓના એમઆરઆઈ કરવામાં આવે છે. ખાનગી સંસ્થાઓ કે જે પાંચ હજાર જેટલી માતબર ફીઝ સાથે એમઆરઆઈ કરે છે તેની જગ્યાએ ‘છાંયડો’ દ્વારા શરૂ કરવામાં આવેલા અદ્યતન આત્મજ્યોતિ એમઆરઆઈ સેન્ટરમાં માત્ર 2500 રૂપિયાના રાહત દરે આ ચેકઅપ કરવામાં આવે છે. જ્યારે સિવીલ હોસ્પિટલની જ અન્ય શાખાઓના દર્દીઓને
રૂા. 2100/- માં એમઆરઆઈ કરી આપવામાં આવે છે. જ્યારે 12 વર્ષથી નીચેના બાળકો અને વયોવૃદ્ધ 70થી ઉપરના વયોવૃદ્ધ દર્દીઓને અને જેલના કેદીઓને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા ભલામણ કરવા પર વિના મૂલ્યે એમ.આર.આઈ. કરી આપવામાં આવે છે.
પ્રસૂતા બહેનો માટે અને નવજાત શિશુઓ માટેની સુવિધા :-
જો સ્ત્રીને સુવાવડના સમયે અને પછી શરીરને પૂરતું પોષણ અપાય નહીં તો તેનું શિશુ પણ પાંગળું જન્મે. જેથી એ દિશામાં દેશનું ભાવિ પણ પાંગળું જ રહે. જે ન થાય તેવા બહુવિધ હેતુ સાથે સંસ્થા દ્વારા દાખલ થયેલ પ્રસૂતા બહેનોને પીડિયાટ્રિક વોર્ડમાં શીરો આપવામાં આવે છે તથા ઘરે જાય ત્યારે 1.5 કિલો વસાણાના ચોખ્ખા ઘીના લાડુ આપવામાં આવે છે. જે એક નૂતન અભિગમ સાથેનું આયોજન છે. જ્યારે નવજાત શિશુઓ માટે કપડાની સંપૂર્ણ કિટ પણ પ્રસૂતા મહિલાઓને આપવામાં આવે છે.
માંડવી ખાતે ‘દિવ્યજ્યોત ટ્રસ્ટ’ માં આયકેરની સુંદર સુવિધા –
જો જગતની સુંદરતાને માણવી હોય તો દ્રષ્ટિ અનિવાર્ય છે. પણ જેમને દ્રષ્ટિ જ ન હોય અથવા ધૂંધળું દેખાતું હોય તેમના માટે સુંદરતા અને અમાસની રાત્રિ એક સરખું જ છે. પણ ‘છાંયડો’ દ્વારા જ તેમની દિવ્યજ્યોત ટ્રસ્ટના ઉપક્રમે માંડવીમાં આય કેર સેન્ટર ચલાવવામાં આવે છે. જેમાં તેમણે અત્યાર સુધી કોઈપણ ટ્રસ્ટની આય કેર સેન્ટરમાં કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય તેમાં 100 થી 150 જેટલા કોર્નીયા ટ્રાન્સપ્લાન્ટ કરીને એક રેકોર્ડ સર્જ્યો છે. જ્યારે દેશની અગ્રગણ્ય ગણાય એવી છ કે સાત હોસ્પિટલોમાંની 100 બેડ સાથેની આ આય કેર સેન્ટરની સુવિધાઓનો લાભ મહત્તમ ગ્રામીણ લોકોને મળે છે જે સંસ્થાની એક મોટી સિદ્ધિ છે. જ્યારે તાજેતરમાં જ એક કિસ્સો એવો બન્યો હતો કે જે પારિવારિક મૂલ્યો અને નિરાશામાં આશાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડનાર રહ્યો. 102 વર્ષના વયોવૃદ્ધ દાદાનું કોર્નીયાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. જેથી એ દાદાને એમની દ્રષ્ટિ પાછી મળતાં તેમના પરિવારજનોએ ખૂબ જ હર્ષ સાથે દાદાની આ નવી દ્રષ્ટિ સાથેની જિંદગીની નવી ઈનિંગને વધાવી લીધી અને તેમના માનમાં ગામમાં જમણવાર કરાવવાનું પણ જાહેર કર્યું.
દિવ્યજ્યોતના ડૉ. ઉદય ગજીવાલા કે જેઓ લગભગ 20 વર્ષથી તેમની સેવા સંસ્થાને આપે છે. જેના બદલ તેમને સરકાર દ્વારા અને ‘આઉટસ્ટેન્ડીંગ કોમ્યુનીટી વર્ક એવાર્ડ’ અને ‘એસોસિએશન ઓફ કોમ્યુનિટી ઓપ્થોમોલોજી’ દ્વારા ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ સાથે લાયન્સના 100 વર્ષની ઉજવણીમાં પણ તેમને ‘લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ મળ્યો છે. ભારતની ઓપ્થોમો કોન્ફરન્સમાં તેમના ખાસ લેક્ચર્સ પણ ગોઠવાય છે. તેમના વિશેની વધુ વાત જણાવતા ભરતભાઈ કહે છે કે, શરૂઆતથી જ સેવાના નિયમને વરેલા ડૉ. ગજીવાલા એક એવું ઉમદા વ્યક્તિત્વ છે કે જે તેમના કાર્યને વધારે રિવોર્ડઝ મળે તેવી પણ ઝંખના નથી સેવતા. પરંતુ દ્રષ્ટિહીન લોકોને દ્રષ્ટિ મળે તે જ તેમના રિવોર્ડ છે એ દ્રઢપણે માને છે.
ડાયાલિસીસ સેન્ટરની શરૂઆત :-
કિડનીની તકલીફના સમયે ડાયાલિસીસની જરૂર પડતી હોય છે. જેમાં 1 વખતના ડાયાલીસીસનો આશરે રૂપિયા 1000 જેટલો ખર્ચ આવે છે. સંસ્થા દ્વારા દિવસના લગભગ 11700 ડાયાલિસીસ કરવામાં આવે છે. જેમાંથી 50% ડાયાલિસીસ વિના મૂલ્યે કરવામાં આવે છે.
‘છાયડો’નું સંચાલન કરનાર શ્રી ભરતભાઈ શાહ કે જેમના વિશે જો લખવા બેસીએ તો કદાચ એકઆખી પુસ્તિકા જ બહાર પાડવી પડે પરંતુ નિ:સ્વાર્થ સેવાનો ભેખ લીધેલા ભરતભાઈ શાહ પોતે વ્યવસાયે પિતાના ચાર્ટડ એકાઉન્ટ્સના વ્યવસાયમાંથી આગળ નીકળી વકીલાતનું ભણ્યા બાદ ક્ધસ્ટ્રક્શનના વ્યવસાયમાં પોતાની કારકિર્દીના ઉજ્વળ સૂર્યોદયને નિહાળ્યો. પરંતુ બાળપણમાં જ માતા પાસેથી મળેલા જીવસેવાના નૈતિક મૂલ્યોની જ્યોત તેમના મનમાં ઝળહળતી હતી. જેના તેજને સંપૂર્ણપણે આત્મસાત કરનાર ભરતભાઈ જનસેવા એ જ પ્રભુ સેવા અને સંસ્થાનું સૂત્ર ‘યોગી થવા કરતા ઉપયોગી થવું’ ને સાર્થક કરી સમાજનું ઋણ અદા કરી રહ્યા છે. યુવાધનને સંદેશ આપતા તેઓ જણાવે છે કે : ‘કર્મયોગ એ એક એવો યોગ છે જે યોગી કરતા ઉપયોગી થવામાં વધુ શ્રેયરૂપ અને સમાજનું ઋણ ચૂકવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.’
કર્મયોગનું સૂત્ર :-
‘ભગવાને આપેલ મનુષ્ય ભવને આપણી પાસે જે છે તે તેનાથી વંચિત લોકોને આપીને એની મદદ કરીને બને તો એવા લોકોના આંસુ લૂછીને આપણું જીવન સાર્થક કરીએ..’