સંગીતા અતુલ શાહ
પુરાતન સમયમાં ભક્ષ્ય અભક્ષ્યની માણસને સમજ નહોતી તેથી તે વન્ય વનસ્પતિઓની સાથે કેટલાક નિર્દોષ જીવોને પોતાના આહારમાં લેતો હતો. ધીમે ધીમે પ્રગતિ થતા માણસે સમજ કેળવી અને માણસે ખાવાલાયક ચીજ-વસ્તુઓનો ઉપભોગ કરવાનું શરૂ કર્યું. અહીંથી શાકાહારનો વિચાર અસ્તિત્વમાં આવ્યો.
વાસ્તવિક રીતે શાકાહાર એટલે શું? તેના જવાબમાં કહીએ તો શાકાહાર એ એવો આહાર કે જેમાં કોઈપણ સજીવ યા સ્થૂળદેહી જીવની હત્યા ન થાય. પરંતુ તે છતાં શાકાહારનો પ્રાસ્તાવિક ફરક અથવા તો પાયાકીય ફરક કહીએ તો જે આહારમાં પશુ-પક્ષી કે જળચર જીવને મારીને ઉદભવતો હોય તે સિવાયનો પ્રાકૃતિક રીતે ઉત્પાદિત થતો આહાર એટલે શાકાહાર. જેમાં ખેતપેદાશો, કુદરતી રીતે ઉત્પન્ન થતી વનપેદાશો વિ. સમાવી શકાય.
આમાં પણ કેટલાક વિશિષ્ટ ભેદ છે જેમાં શાકાહારીઓ અનેક જુદા જુદા ભાગમાં વિભાજિત થયેલા છે. જેમકે લૅક્ટો-ઓવો (કફભજ્ઞિં-ઘદજ્ઞ)થી ઓળખાતા શાકાહારીઓ. તેઓ કોઈ પશુ-પક્ષી કે જળચરનું માંસ સેવન નથી કરતા પરંતુ શાકભાજી સાથે દૂધને તેઓ શાકાહારમાં સમાવિષ્ટ કરે છે. જે લૅક્ટો તરીકે ઓળખાય છે.
જ્યારે વેગન (ટફલફક્ષ) તરીકે ઓળખાતા શાકાહારીઓ તો આ બધાથી સાવ જ જુદા પડે છે. જેઓ કોઈપણ જાતના દુગ્ધજ પદાર્થો સુદ્ધાં વાપરતા નથી. કારણકે તેમાં પણ અપ્રત્યક્ષરૂપે પશુઓ સાથે ક્રૂરતા થાય છે. જ્યારે ચર્મ ઉત્પાદો તો સદંતર પશુહત્યામાંથી જ બનેલી વસ્તુઓ હોવાથી સર્વથા તેઓ તેને વર્જિત ગણે છે.
જોકે, આ બધા વચ્ચે આમ જનતા અને ખાસ કરીને પાશ્ર્ચાત્ય જગતના લોકો જેઓ માંસાહારના ઘેલા છે તેમનામાં શાકાહાર વિશેની જાગૃતિ લાવવામાં ભારતીય શાસ્ત્રો ધર્મ પરંપરા અને વૈજ્ઞાનિક-આધ્યાત્મિક તત્વોથી તેમને વાકેફ કરાતા તેઓ પણ હવે શાકાહાર તરફ ધીમે ધીમે વળવા લાગ્યા છે. અમેરિકાનો જ દાખલો લઈએ તો આજે લગભગ 7.3 મિલિયન જેટલા લોકો અમેરિકામાં શાકાહાર તરફ વળ્યા છે. જેમાંથી લગભગ 1મિલિયન લોકો તો સંપૂર્ણપણે વેગન છે. જે કદાચ વિશ્ર્વમાં માંસાહાર કરતા સમુદાયો માટે એક આદર્શરૂપ દાખલો છેે.
ભારત સાથે પાશ્ર્ચાત્ય દેશોમાં પણ શાકાહારને વર્ષોથી અપનાવવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રીસના તત્વજ્ઞાનીઓ(ફિલોસોફરો), પ્લેટો, પાયથાગોરસ અને પ્લુટાર્ક જેવા ફિલસૂફો અને લેખકો શાકાહારના હિમાયતી હતા જેમણે શાકાહારની ખૂબ ઉંડી સમજ લોકોને આપી હતી. એ સાથે જ લોકોને શાકાહાર તરફ વાળવા માટે પણ પ્રયત્નો કર્યા હતા. જ્યારે હાલમાં જ ઈટાલીમાં પણ આ બાબતે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું . જેમાં ત્યાં ઈસ્ટર પ્રસંગે બકરા કપાતા જે 2010 તેની સંખ્યા 46 લાખ હતી જે 2015માં 20 લાખ થઈ. ખાસ વાત ઈટાલીના પ્રધાનમંત્રીએ સિલ્વિયો બર્લુસ્કોનીએ ઈસ્ટરના દિવસે લોકોને શાકાહારી થવા અપીલ કરી હતી.
આવો આપણે સૌ ભેગા મળીએ એક નિર્ણય કરીએ જેમ આપણાં શ્ર્વાસમાં આપણું જીવન ધબકે છે તેમ નિર્દેાષ અને મૂંગા પશુઓના શ્ર્વાસમાં પણ તેમનું જીવન ધબકે છે તો તેમનું જતન કરીએ અને પ્રકૃતિના આ સુંદર જીવોને મુક્તપણ તેમની સૃષ્ટિમાં વિહરવા દઈ આપણે બને એટલા શાકાહારી થવાનો પ્રયત્ન કરીએ….!

