અમેરિકામાં વસતી આપણી ગુજરાતી કોમ્યુનિટી અનેકવિધ કાર્યક્રમો દ્વારા કલા-સાહિત્ય જગત સાથે જોડાઈ રહેવા માટે અવનવા પ્રસંગો અને ઉત્સવોની ઉજવણી કરે છે. ગુજરાત દર્પણ આ દિશામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે. અમેરિકાના બે રાજ્યોમાં હમણાં જ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થયું. ‘ગુજરાત દર્પણ’ મેગેઝિન સતત 24 વર્ષથી સાહિત્ય જગત સાથે સંકળાયેલું છે જે લગભગ 7 જેટલા રાજ્યોમાં ગુજરાતી ભાષાપ્રેમીઓને વિશિષ્ટ સાહિત્ય પીરસે છે. તાજેતરમાં બે એરિયામાં યોજાયેલ ગુજરાત દર્પણ સ્નેહમિલન સમારંભમાં બે એરિયાના પ્રતિષ્ઠિત આગેવાનો સાથે સંસ્થાના કાર્યકરો શ્રી સુરેશભાઈ પટેલ(મામા), દેશી રેડિયો 1170 ના જાગૃતિ દેસાઈ શાહ, ગુજરાતી કલ્ચરલ એસો.ના પ્રમુખ શ્રી મહેશ પટેલ સાથે બેઠક ગૃપના આયોજક પ્રજ્ઞાબેન દાદભાવાલા, શ્રી પી.કે.દાવડા, શ્રી રાજુભાઈ પટેલ, સિનિયર ગ્રૂપના શ્રી રમેશભાઈ પટેલ, કલ્પનાબેન રઘુભાઈ, વૈષ્ણવ હવેલીના ડૉ. દિવ્યાંગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સરગમ ગ્રૂપના પલક અને આશિષ વ્યાસ, ફોટોગ્રાફર શશી દેસાઈએ પણ હાજરી આપી હતી.
તે ઉપરાંત, કેલિફોર્નિયાના લોસ એન્જેલસના નોર્વોક સીટીમાં સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક પ્રતિનિધિઓ હર્ષદ શાહ, કાન્તિભાઈ મિસ્ત્રી નટુભાઈ પટેલ અને સુભાષ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા. સુભાષ શાહ દ્વારા સ્થપાયેલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ઓફ નોર્થ અમેરિકા ‘સ્વજન’ સંસ્થાના ઉપક્રમે 1000થી પણ વધુ સભ્યો દર વર્ષે યોજાતા કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાય છે. આ પ્રસંગે સુભાષ શાહે જણાવ્યું હતું કે, ચાલુ માસે તેમણે ‘ફળયલીષફફિશિીંતફ.ભજ્ઞળ’ નામનું ઑનલાઈન સમાચારપત્ર શરૂ કર્યું છે. તેમની સાથે હર્ષદ શાહ, કાન્તીભાઈ મિસ્ત્રી અને સુભાષભાઈ ભટ્ટે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.