હાલના સંજોગોમાં બેંક એફડીમાં 6-6.પ0 ટકા, નાની બચત યોજનાઓમાં પણ એટલું જ, પોસ્ટ ઓફિસમાં 7-9 ટકાની રેન્જમાં પણ તે મર્યાદિત રકમ અને મુદત માટે જ. પીપીએફમાં પણ 8.6પ ટકા આસપાસ રિટર્ન મળી રહ્યું છે. ત્યારે રોકાણકારોએ તેમની જીવનભરની પરસેવાની કમાણીમાંથી થતી આવકમાં વધારો કરવા માટે બદલાતા સમયની સાથે ચાલવું જરૂરી બન્યું છે. બદલાતા જતા સમય અનેજીવનશૈલીને અપનાવતા મોટાભાગના રોકાણકારો મૂડીરોકાણના મુદ્દે આજે પણ રૂઢિચુસ્ત રહે છે. તેના કારણે તેઓ આવકમાં મોટી ખોટ નોંધાવતા હોય છે. પરંતુ જો તેઓ મ્યુચ્યુઅલ ફંડની ડેટ સ્કીમમાં મૂડીરોકાણનો વિકલ્પ અપનાવે તો એવરેજ 8-10 ટકા રિટર્ન તો સહેજે છૂટી શકે. તેમાંય જો પાંચેક વર્ષની મુદત માટે રોકાણ કરવાનું હોય તો સહેજે 10-11 ટકા વચ્ચે રિટર્ન છૂટી શકે.
રપ-3પ વચ્ચેની ઉંમર ધરાવતા રોકાણકારોને કેરિયર અને મેરેજ લાઇફની શરૂઆતમાં પોતાના મોજશોખ અને કેટલીક આવશ્યક ચીજો વસાવવામાં જે ખર્ચ થતો હોય છે તેને બાદ કરતાં સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાના કારણે થોડી રાહત રહેતી હોય છે. તેથી આ ગાળા દરમિયાન તેઓ મેક્સિમમ મૂડીનું રોકાણ ઇક્વિટી સ્કીમ્સમાં લાંબાગાળા માટે કરી શકે. પરંતુ 35-45ની વય દરમિયાન જવાબદારીઓ વધતી જાય. ફેમિલી સેપરેશન, સંતાન, નવા વ્હીકલ, મકાનની જોગવાઇ સહિતના ખર્ચાઓ વધતા જાય તેમ તેઓ શોર્ટ અને મીડિયમ ટર્મ માટે ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ જેવા કે લિક્વિડ ફંડ, ઇન્કમ ફંડ્સ, બેંક એફડી વગેરેમાં મૂડીરોકાણને વધુ પ્રેફરન્સ આપવો પડે. પરંતુ 45-પપના ગાળામાં તેઓ બહુ જ ઓછી મૂડીનું મૂડીરોકાણ કરી શકતા હોય છે. એટલે જ મોટાભાગના ફાઇનાન્સિયલ એડ્વાઇઝર સૌથી છેલ્લે આવતાં રિટાયરમેન્ટ માટેની જોગવાઇ ઉપર વિશેષ ભાર મૂકતાં હોય છે. આદર્શ પોર્ટફોલિયોની રચના માટે જરૂર પડ્યે એડ્વાઇઝરની સલાહ લેવી જરૂરી હોય છે. નજીવી ફી માટે આપણી જીવનભરની કમાણી આડેધડ રોકાઇ ના જાય તે માટે..ઘણાં રોકાણકારો ફરિયાદ કરતાં હોય છે કે તમે જણાવ્યા અનુસાર અમે તમારો લેખ વાંચીને મૂડીરોકાણ કર્યું હતું, પરંતુ તમે કહ્યું તે મુજબ રિટર્ન તો છૂટ્યું જ નહિ. ત્યારે તેમને જવાબ આપવો પડે કે, ભાઇ! છાપામાં તો કયા રોગ ઉપર આયુર્વેદિક, એલોપથી, નેચરોપથી વગેરે વગેરે ચિકિત્સા પદ્ધતિઓ અને દવાઓ અંગે પણ સલાહ આપવામાં આવે છે. તે દરેક દવા તમને પણ લાગુ પડે છે. તેને તમે સંપૂર્ણપણે ફોલો કરો છો કે પછી ડોક્ટરની ફી ભરો છો. ફાઇનાન્સિયલ હેલ્થકેર પણ કંઇક આવું જ છે.
100માંથી 9પ ટકા રોકાણકારો એવું વિચારતા હોય છે કે મારી લોહી પરસેવાની કમાણી છે. શેરબજાર તો નર્યો સટ્ટો… એમાં તો પૈસા ડૂબી જ જાય. બેંક એફડી, સરકારી બચત યોજનાઓ અને ઇન્સ્યોરન્સમાં જ નાણાં રોકાય. કોઇ ટેન્શન જ નહિ. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે નાણાં કમાવા માટે ટેન્શન ભોગવી શકે છે. પરંતુ પરફેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને રિસ્ક રિટર્ન રેશિયો જાળવવા માટે તેઓ સહેજે ટેન્શન નહીં લઇ શકતા હોવાના કારણે તેમના રૂા. 100નું મૂલ્ય 10-ર0 વર્ષે રૂા. ર0-30-પ0 થઇ ગયું હોય છે. પરંતુ જો ઉંમરને ધ્યાનમાં રાખીને પરફેકટ પોર્ટફોલિયો પ્લાનિંગ કરે તો તેમના રૂા. 100નું મૂલ્ય 10-ર0 વર્ષે રૂા. ર00-300-પ00 પણ થઇ શકે. સમય અને જરૂરિયાતની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ બદલાતા જતાં હોય છે. ધારો કે, તમે માત્ર ડેટ ફંડ્સમાં જ ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો કોઇ વાંધો નથી. પરંતુ તમે તેના સ્વરૂપમાં તો બદલાવ કરી શકો ને! જેમ કે, નીચું રિટર્ન આપતાં ઇન્સ્ટ્રુમેન્ટમાંથી સલામતી સાથે સાધારણ ઊંચું રિટર્ન આપતાં સોર્સની પસંદગી તો કરી શકો ને!
શેરબજારમાં ડાયરેક્ટ મૂડીરોકાણ કરનારા 100માંથી 90 ટકા રોકાણકારોના હાથ દાઝ્યા હોવાના કિસ્સા જોવા મળશે. કારણ કે, તેમાં ધન, ધ્યાન અને ધીરજનો ત્રિવેણી સંગમ ઉપરાંત અનુભવ અને અભ્યાસ પણ હોવા એટલા જ આવશ્યક છે. આજના જમાનામાં મર્યાદિત આવક ધરાવતા નોકરિયાત કે મધ્યમ વર્ગના માણસો પણ ટુ-વ્હીલર, કાર, ફ્લેટ, ફોરેન ટૂર્સ સરળતાથી ખરીદી શકે છે. તેની પાછળનું સર્વસામાન્ય… ઇન્સ્ટોલમેન્ટ… પરંતુ મૂડીરોકાણની વાત આવે કે તુરત જ કહેશે કે આપણી પાસે એટલા પૈસા હોવા જોઇએ ને! તો પછી તેઓ મૂડીરોકાણ પણ ઇન્સ્ટોલમેન્ટમાં કેમ નહિ કરતા હોય…
ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ યાને એસઆઇપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ) આ ત્રણ શબ્દોનો અમલ છેલ્લેથી શરૂઆત સાથે કરવાનો હોય છે. અર્થાત્ પહેલાં પ્લાનિંગ કરો, પછી ઇન્વેસ્ટમેન્ટ કરો અને પછી તેને પદ્ધતિસર ફોલો કરો. માની લો કે, તમારે ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો પહેલા અભ્યાસના આધારે અનુભવ કેળવો પછી ધીરજપૂર્વક ધ્યાન કેળવો કે તમારી આર્થિક સદ્ધરતા અને જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધારે તમારી પ્રવર્તમાન ઉંમર અને ભવિષ્યની આર્થિક જરૂરિયાતો અનુસાર તમે શોર્ટ, મીડિયમ કે લોન્ગ ટર્મ માટે તમારી કમાણીમાંથી કેટલા પ્રમાણમાં મૂડીરોકાણ કરી શકો છો.
વિવિધ ડેટ ફંડ્સ વિશે સંક્ષિપ્ત સમજ
* બેલેન્સ ફંડ્સ :- આ પ્રકારના ફંડ્સ 6પ ટકા રકમ ઇક્વિટીમાં અને 3પ ટકા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકે છે. તેના કારણે ઇક્વિટી, ટેક્સ અને એક્ઝિટ લોડનું જોખમ ઓછું થાય છે.
* શોર્ટટર્મ ફંડ્સ :- ફંડ મેનેજર્સ આ રકમ ત્રણ વર્ષથી ઓછી મુદતના શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકે છે. જેમાં રિટર્ન થોડું વધુ મળી શકે છે.
* ઇન્કમ ફંડ્સ :- આ ફંડ્સ કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી બોન્ડ્સ અને મની માર્કેટમાં નાણાં રોકે છે. જેના કારણે તેમાં વ્યાજદરમાં ફેરફાર અનુસાર રિટર્ન બદલાય છે.