ચમત્કાર

ચમત્કાર

- in Inspiring Story, Navlika
1117
Comments Off on ચમત્કાર
ચમત્કાર

માનવમનના ઊંડાણમા અનેકવાતો સંઘરાયેલી હોય છે. તેમા કોઈના પ્રત્યે પ્રેમ, કાળજી અને દુવાઓ પણ હોય અને ક્યારેક ગુસ્સો કે તિરસ્કાર પણ હોઈ શકે. છતાંય, સારી ભાવનાઓનો જ હંમેશા વિજય થતો હોય છે. કોઈના ભલા માટે મનથી પ્રાર્થના કરીએ તો ઈશ્ર્વર પણ સાંભળે છે. બાળકો ભગવાનની દેણ હોય છે-તો પણ કેટલાક ડોક્ટરો દર્દીઓના જીનવમા ભગવાન બનીને આનતા હોય છે.

અંતે વર્ષો પછી હું ડોક્ટર બન્યો, ને સંજોગોવશાત્ મોટા શહેરમાં દવાખાનું ખોલી ન શક્યો, પરંતુ નાના એવા એક ઔદ્યોગિક ગણાતા શહેરમાં પ્રેક્ટિસ શરૂ કરી. પછી નાની એવી હોસ્પિટલ શરૂ કરી. ઇશ્ર્વરકૃપાથી શહેરના પંચરંગી લોકોમાં પણ હું એક કાબેલ ગાયનેકોલોજિસ્ટ તરીકે જાણીતો થયો. વિવિધ પ્રકારના  કેસોને મારી શક્તિ અને કાબેલિયત પ્રમાણે હું તેમની ચિકિત્સા કરતો ગયો.

એક દિવસ મારા આસિસ્ટન્ટ ડોક્ટરે મને એક દર્દીનું કાર્ડ આપ્યું. નામ વાંચતાં ઘડીક હું વિચારમાં પડી ગયો. કોણ હશે એ કાનન? પરંતુ  આવનાર દર્દીને જોતાં હું ઘડીભર તો જોતો જ રહી ગયો! આજે વર્ષો પછી એ જ હસતો ચહેરો, એ જ માધુર્ય, એ જ લાવણ્ય મારી હોસ્પિટલમાં અચાનક ટપકશે એની તો મેં કલ્પના જ નહોતી કરી. એ  હતી કાનન શાહ કોલેજકાળની અમારી ક્લાસમેટ મિસિસ કાનન  દલાલના નામથી…

એક ડોક્ટરની જવાબદારીનો ખ્યાલ આવતાં મેં મારી સહાયક નર્સને સાથે લઇ તપાસ શરૂ કરી. રોગ પ્રમાણે જ અમુક પ્રાથમિક દવાઓ લખી આપીને પછી તેના વિશે વધુ જાણવાની ઇચ્છા થઇ.

ટૂંકમાં હું એટલું જાણી શક્યો કે કાનન શાહ કોલેજના અભ્યાસ પછી એમની ન્યાતના મિ. દલાલ જોડે લગ્નગ્રંથિથી જોડાઇ હતી. પરેશ દલાલ કોઇ કંપનીમાં સેલ્સ મેનેજર હતો. ઉત્તરોત્તર એમની પ્રગતિ થતી રહી ને વિવિધ રાજ્યોમાં એની બદલી થતી રહી. અને કાનન વર્ષો પછી પણ ફક્ત એક જ આશાએ બેઠી હતી કે કોક’દિ એ માતૃત્વ પામશે…!

એક ડોક્ટર તરીકે કાનનની ટ્રીટમેન્ટ બાદ હું એક નિશ્ર્ચય પર આવ્યો હતો કે ભવિષ્યમાં પણ કાનન માટે માતૃત્વ મૃગજળ સમાન છે. પરેશ દલાલની સાથે આ બાબતની વિસ્તારથી ચર્ચા કરી. એમની પણ તપાસ કરી. જેથી મને સંતોષ થાય.

પરંતુ છજ્ઞીશિંક્ષય હશક્ષય જ્ઞર િિંયફળિંયક્ષિં આપી મારે હવે કાનનને કહેવું હતું એક કઠોર સત્ય, જે કદાચ એ જીરવી ન શકે! પરંતુ ટ્રીટમેન્ટ લીધા પછી પણ એક હાસ્ય તેના મોં પર હતું. કોઇ વાતનો ગમ નહોતો. ચીર કાળથી આશાઓને સેવી હતી તે એની આંખોમાં હતી. આજે પહેલીવાર મને એ રૂપયૌવના પર દયા આવી!

મનોમન ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો કે મારી દવા કાનનને કામ ન લાગે તો કંઇ નહીં, પરંતુ મારી દુઆ એને કામ લાગે! કોઇ ચમત્કાર થાય! એની વર્ષોની આશા પૂરી થાય! એક સામાન્ય માનવી બની હું તેને આશ્ર્વાસન આપી શક્યો હોત! પરંતુ હું તો હોસ્પિટલનો કર્તાહર્તા હતો! મને તેના જીવનનું કડવું સત્ય આખરે મિ. દલાલને કહેવું પડ્યું!

આજે વર્ષો પછી પહેલીવાર એમ લાગ્યું કે હું ડોક્ટર ન બન્યો હોત, એક ડોક્ટર તરીકે મારે એને એમ જ કહેવું હતું કે, પભજ્ઞળય ફલફશક્ષથ ફરીથી તમારું જીવન તમારી રીતે આનંદથી વ્યતિત કરજો. બેસ્ટ ઓફ લક – તમારા બંનેના ભવિષ્ય માટે.

ફરી એકવાર હું મારી હોસ્પિટલના કાર્યને સંભાળતાં નર્સને કહ્યું, ક્ષફડ્ઢિં ાહયફતય – અચાનક મને મારા મિત્ર ડો. સમીર શાહની યાદ આવી ગઇ. એ પણ કાબેલ ગાયનેકોલોજિસ્ટ છે.

કાનનના કેસને સારો એવો સમય વહી ગયો, પરંતુ એક દિવસ ડો. સમીરનો ફોન આવ્યો કે તે મને મળવા માગે છે. ડોક્ટર સમીરને મળીને જાણવા મળ્યું કે, તેણે તેની જિંદગીની ખૂબ જ જટિલ કેસ સોલ્વ કર્યો હતો, જેના પરિણામ રૂપે કાનનને માતૃત્વ મળ્યું હતું. જાણીને હું ઘણો આનંદિત થયો. આધુનિક પદ્ધતિના ફળ સ્વરૂપે ખરેખર ચમત્કાર સર્જ્યો હતો કાનનના જીવનમાં.

હું ભગવાનનો તેમજ મારા મિત્ર ડોક્ટર સમીરનો સદાય આભારી રહીશ. ચમત્કાર આજે પણ થાય છે!

Facebook Comments

You may also like

Feelings Sponsorship Profile 2019