મુશાયરો

મુશાયરો

- in Other Articles
2287
Comments Off on મુશાયરો

 વિજય રોહિત

M : 7405656870

આવ્યાં…

ઝંખનાને ચરણ આવ્યાં,

આપને શરણ આવ્યા.ં

અરમાનોની આરતી લઇ,

તુલસી કેરા આંગણ આવ્યાં.

વૈતરણીતોે વાતે વળગી,

મૂંગા મૂંગા મરણ આવ્યાં.

સ્નેહ-સરોવર છલોછલ,

કેમ પ્યાસા હરણ આવ્યાં !

તરસ મારી લાવ બની ગઇ

ઝરણાં લઇને રણ આવ્યાં.

– બિમલ ચૌહાણ, ભરૂચ

મો. ૯૮૨૪૫ ૦૧૭૭૮

આપ કા SMS

મોટાભાગના લોકો અજ્ઞાન અને પ્રતિભાની ઉણપથી નથી હારતા પરંતુ,

એટલા માટે હારે છે કારણકે તેઓ જીતની રાહ જોયા વગર જ મેદાન છોડી જાય છે…!

                                                        – અજ્ઞાત

હલ્લા-ગુલ્લા

છોકરો છોકરી એક હોટલમાં જમવા માટે ગયા. છોકરી ગામડાની હતી.

વેઈટરે પૂછ્યું : તમે શું લેશો મેડમ..?

છોકરી – મરચાવાળો રોટલો.. વેઈટર : એ કેવું પાછું..?

છોકરો : ભઈલા ચિંતા ન કર. ગામડાની છે એ, તું તારે પિત્ઝા લઈને આવ.

                                                – વ્હૉટ્સ ઍપ

સૂડી-સોપારી

ઘવાયેલું મન હંમેશા ખૂબ જ ઘાતક

સાબિત થાય છે..! ઘા તો એક પર જ

થાય છે પણ બે પક્ષે તેની

વેદના અનુભવાય છે..!

દુનિયાની સૌથી ઊંડી ઝીલ પર સાઈકલીંગ અને સ્કીઈંગ…

બાઈકલ એ દુનિયાની સૌથી જૂની અને સૌથી ઊંડી તાજા પાણીની ઝીલ છે. આ ઝીલ દક્ષિણ-પશ્ર્ચિમ સાઈબિરીયન સીમા ફરતે લગભગ ૪૦૦ કિ.મી.નો વિસ્તાર આવરી લે છે. જ્યારે તેની ઊંડાઈ જોઈએ તો લગભગ ૫૦૦૦ ફૂટ એટલેકે આશરે ૧૬૩૭ મી. જેટલી છે. તેની અન્ય એક વિશેષતા એ છે કે તેની આસપાસ બધે હિમાચ્છાદિત પર્વતોની શ્રૃંખલા આવેલી હોવાથી બર્ફીલા વાતાવરણને કારણે તેમાં કેટલીક વખત પાણી થીજી જતું હોય છે. જેની પર આ સિઝનમાં સાઈકલિંગ અને સ્કીઈંગ પ્રતિયોગિતા યોજાઈ હતી. તેમાં ૭૦ જેટલા હરીફોએ ભાગ લીધો હતો. જેમાંથી ૨/૩ લોકો જ આ રેસ પૂરી કરી શક્યા હતા. સ્થાનિક રેસર ઈવાન ટીમોફીએવે આ સ્કેટીંગ પ્રતિયોગિતા જીતી હતી. છે..જેને આનંદ મેળવવો હોય તે ગમે ત્યાંથી મેળવીને જ જંપે છે..પોઝિટીવ એટિટ્યુડ..!!

શરાબ તો શરાબ, ઉસકી બૉતલ ભી બડી અનમોલ હૈ…!!!

શરાબનું નામ પડે એટલે આપણી સંસ્કૃતિના એક વર્ગમાં સોંપો પડી જાય તો બીજા વર્ગમાં કે જનરેશનમાં બોટલનું નામ સાંભળીને જ પગ ડોલવા લાગે…! પણ બિયરની આ જ બોટલોનો ઉપયોગ કોઈ મંદિર બનાવવામાં થયો હોય તો ભક્તજનોના મન પર શું અસર થાય…? નથીંગ, વેસ્ટમાંથી બેસ્ટ…પોઝિટીવ એટ્ીટ્યુડનું શ્રેષ્ઠ ઉદાહરણ થાઈલેન્ડનું બૌદ્ધ ભિક્ષુ મંદિર છે..! જ્યાં શરાબ અને બીયર પીને નાંખી દેવામાં આવતી બોટલોના રચનાત્મક ઉપયોગ દ્વારા કલાત્મક મંદિરનું સર્જન કર્યું છે. સિસ્કેટ પ્રાંતનું આ મંદિર વાટપ મહાચેદિવ મંદિરના નામે ઓળખાય છે. અહીંની વિશેષતા એ છે કે મંદિરના બાથરૂમથી લઈને સ્મશાન સુધીની જગ્યા બિયર અને શરાબની ખાલી બોટલોમાંથી બની છે. વિશ્ર્વભરના ટુરિસ્ટસ આ નવિન દ્રષ્ટિકોણ સાથેના મંદિરના ભગવાન(પીનારા નથી)ના દર્શન કરવા આવે છે…!

ફીલિંગ્સ ‘હટ કે’ પિકચર્સ ગેલેરી

૩૭ વર્ષની ઉંમરે ૩૮ બાળકો સાથે રેકોર્ડ સર્જતી નાબાટાન્ઝી મરીયમ..!

 

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો