પ્રેમ
હોય ભલે તારાં ઘણાં દિવાના અહીં,
શબ્દોમાં તને ઢાળનાર હું એક જ છું!
નજરોથી કદાચ પામશે લોકો તને,
ગઝલમાં તને પામનાર, હું એક જ છું!
હશે ઘણાં ‘મરીઝ’, પ્રેમમાં ‘શૂન્ય’ થયેલાં,
તારી નજરોથી ‘ઘાયલ’, હું એક જ છું!
નથી તું ઇશ્ર્વર, કે કણેકણમાં જઇ વસે,
તોય બધે તને પામનાર, હું એક જ છું!
મને ખબર છે, કે તનેય આ ખબર છે,
કે તારાં પ્રેમમાં ‘ઘેલો’ હું એક જ છું!
– દર્શન રાણા
આપ કા SMS
લખી લેજો હઠેળીમાં ‘નામ મારું,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોઇક દિવસ જો તરસ લાગશે તમને,
હઠેળીથી પાણી પીતા યાદ આવશે
નામ મારું
– જયંત પટેલ, આણંદ
હલ્લા-ગુલ્લા
Teacher : Pappu what is ur cast?
Pappu : Phele to Hum Verma the..!
Fir Shrma ho gye.
Uske bad Sunaar fir Luhar ho gye. Abhi hai Darzi
Aage MUMY ki Marzi .!!
– દેવેન પંચાલ, સુરત
સૂડી-સોપારી
લાગણીઓના કિનારા હોતા નથી માટે જ
તરતા ના આવડે તો તણાઈ જવાય.
– વોટ્સએપ જ્ઞાન
મિત્રો, તમે પણ અવનવી માહિતી,
મૌલિક કૃતિ, કવિતા, એસએમએસ, ગઝલ,
જોકસ વગેરે નીચેના ઈ-મેઈલ એડ્રેસ પર
અથવા પોસ્ટથી મોકલી શકો છો
info@feelingsmultimedia.com
www.feelingsmultimedia.com