કૌસ્તુભ
પરદેશની ભૂમિ પર ગરવા ગુજરાતના ગુણિયલ વંશજોએ ભારતીય હોવાપણા સાથે ગુજરાતીના ગૌરવને પણ એટલું જ ઉન્નત બનાવ્યું છે.
વિવિધ ક્ષેત્રોમાં જ્યાં જુઓ ત્યાં ગુજરાતી માણહ એનો ડંકો વગાડ્યા વગર રહેતો નથી. હવે ગુજરાતીઓ માટે એવું કહી શકાય કે, ગરવો ગુજરાતી સિદ્ધિને વરે છે કે સિદ્ધિઓ તેના કદમ ચૂમે છે..!
મિત્રો, અહીં એવા જ એક સફળ ગુજરાતીની વાત કરવાની છે જેમણે એક અરસા પહેલા અમેરિકાની વાટ પકડી હતી તેઓ છે શ્રી દીપક મોહનલાલ શાહ. સખત મહેનત અને સિદ્ધાંતોને વળગીને શ્રીદીપકભાઈએ ફાર્મસી ક્ષેત્રે પોતાની ઓળખ ઉભી કરી.
આજે તેમના યુવાન પુત્ર પાર્થિવે પિતાની રાહ પર ચાલીને જીવનમૂલ્યોને સંભાળીને જીવનની કારકિર્દી વિકસાવી અમેરિકામાં ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે.
અભ્યાસકાળમાં પાર્થિવ શાહ સેન્ટ જોન્સ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ઈમ્યુનાઈઝીંગ ફાર્માસિસ્ટ તરીકે તેમનું રજીસ્ટ્રેશન થયું. પાર્થિવભાઈએ ન્યૂયોર્કની ‘ફાર્માસિસ્ટ સોસાયટી ઑફ સ્ટેટ ઑફ ન્યૂયોર્ક’ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં નિ:સ્વાર્થભાવે તેમની સેવાઓ આપી. આ ગ્રૂપમાં લગભગ 3000 સભ્યો છે. તેમની આ કામની ધગશ અને નિષ્ઠાને જોતા પાર્થિવભાઈ ન્યૂયોર્ક સિટી ફાર્માસિસ્ટની 1200 સભ્યો ધરાવતી સોસાયટીમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમની દીર્ઘદ્રષ્ટિ સાથે ફાર્મસી ક્ષેત્રમાં તેમના બહોળા અનુભવને કારણે 2008માં તેઓ ‘ફાર્મસી એડ્વાઈઝરી કમિટી ઑફ ન્યૂયોર્ક મેડિકેડ પ્રોગ્રામ’માં ન્યૂયોર્કના ગવર્નર તરીકે નિમાયા. એક પછી એક સફળતાના સોપાનો સર કરતા તેમણે આગળ જતા સંસ્થાકીય વહીવટીય ક્ષેત્રે કુશળ તજજ્ઞ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી. જીવનની સફળતાના સોપાનો સિદ્ધ કરતા આગળ વધી ઈન્ડો અમેરિકન ફાર્માસિસ્ટ સોસાયટીના બોર્ડ મેમ્બર બન્યા.
બીજી તરફ રાજકીય ક્ષેત્રે ળફમફિ.ીંત, યિાયિતયક્ષિ.ીંતમાં પણ તેઓ ખૂબ જ સક્રિય છે તથા સ્થાનિક સિનિયર સેન્ટર્સની સ્વૈચ્છિક સેવાઓ પ્રત્યે પણ તેઓ એટલી જ સંન્નિષ્ઠતાથી ફરજ બજાવે છે. તો જીવનમાં રમત-ગમતના ક્ષેત્રે પણ તેઓ ‘લિટલ લીગ બૅઝબૉલ’ના કોચ તરીકે પણ તેમની સેવાઓ આપે છેે. જે તેમની અંદરના એક ઉછળતા-કૂદતા વ્યક્તિત્વને વાચા આપે છે.
તેમની આ વિવિધ પ્રવૃત્તિઓ તેમની બહુમુખી પ્રતિભા સાથે નિખાલસ વ્યક્તિ હોવાપણાનું ગૌરવ વધારે છે. જ્યારે પરિવારની વાત આવે ત્યારે પરિવારની સૌહાર્દતા સાથે પરિવારની સમરસતા જાળવવાની, પરસ્પર પ્રેમની લાગણીનું જતન કરવાની તથા તેમના પિતાશ્રીની પરંપરા અને મૌન સેવાએ પણ તેમના ઉમદા ચરિત્રનો ભાગ છે.
પોતાના સહધર્મચારિણી ડૉ. વૈશાલી શાહ સાથે પુત્ર સોહન અને કુમારી સયૂરી પ્રત્યે પણ એવો જ અનેરો વાત્સલ્યભાવ ધરાવનાર પાર્થિવભાઈનું આ વિશેષ વ્યક્તિત્વ એટલું જ પ્રભાવશાળી છતાં સરળ અને નિખાલસતાપૂર્ણ રહ્યું છે.
ઉંચાઈઓ સાથે વિનમ્રતાના પાયાકીય પારિવારિક મૂલ્યોને વળગી રહેલા શ્રી પાર્થિવભાઈ આજના ઝડપી યુગમાં પરિવારવાદને ભૂલેલા સંતાનો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણસમા છે.