NAME
ડૉ. પ્રતાપ પંડ્યા સાથે પુત્ર ગૌરાંગ પંડ્યા પુત્રી મનીષા પંડ્યા…
શિક્ષક એટલે રાષ્ટ્રનું ભાવિ. યુવા અને રાષ્ટ્રનું ઘડતર એ શિક્ષકના હાથમાં હોય છે. ચાણક્યે બહુ સાચી વાત કહી છે કે શિક્ષક કદિપણ સાધારણ નથી હોતો. આપણાં ગુજરાતી શિક્ષણ અને સાહિત્ય જગતને એક એવું જ મોંઘેરું અને ઉમદા વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે ડૉ. પ્રતાપ પંડ્યાના સ્વરૂપે. સાહિત્ય જગતમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જેમનું બહુમૂલ્ય યોગદાન હોય તેવા વ્યક્તિ વિશેષના નામોની યાદી કરવા જઈએ તો ડૉ. પ્રતાપ પંડયાનું નામ ઝળહળાટ સાથે મોખરે ઉપસી આવે.
23મી જાન્યુઆરી, 1955નું સૂરજના સોનેરી કિરણો સાથેનું મંગલમય પ્રભાત. આ દિવસે અમરેલીની પ્રાથમિક શાળાની શાળાંત પરીક્ષામાં 65% એ ઉત્તીર્ણ થઈ પી.ટી.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. શિક્ષણ ક્ષેત્રે પોતાનો જ્ઞાન પ્રવાહ વહેવડાવવાના ઉદ્દેશથી તેઓ લોકભારતી, સણોસરા પગદંડી કાપીને પહોંચ્યા. ત્યાંના મૂળશંકરભાઈ ભટ્ટે પ્રતાપભાઈ બાંકડે સૂતા હતા ત્યાંથી જગાડીને લોકભારતીમાં આવવાનો ઉદ્દેશ પૂછ્યો. ત્યારે પ્રતાપભાઈએ પોતાની ઓળખાણ આપતાં લોકભારતી સાથે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મૂળશંકરભાઈએ પિતાની હૂંફ અને સ્નેહથી પ્રતાપભાઈની આંગળી પકડીને પ્રતાપભાઈને શિક્ષણ-સાહિત્યના માર્ગે ચાલવા માટે પ્રેરણારૂપ બન્યા. લોકભારતીની સંસ્કારિતા અને વિશિષ્ટ શિષ્ટાચારથી ગદગદ થયેલા પ્રતાપભાઈએ લોકભારતીમાં જોડાઈને શિક્ષક તરીકે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામોમાં તેમની શિક્ષણ-જ્ઞાનની સેવાઓ આપી. આગળ જતા પ્રતાપભાઈ તેમની એક સાચા શિક્ષક સમાજની સેવા કરવા બદલ બહુવિધ પુરસ્કારો અને બહુમાનો પણ મેળવ્યા.
તો બીજી તરફ તેમના પુસ્તક વાંચન અને અભ્યાસના શોખના લીધે પ્રતાપભાઈ પંડ્યાને ગુજરાત યુનિ. અમદાવાદમાંથી ‘લોકસાહિત્યમાં માનવમૂલ્યોનું જતન’ વિશેના મહાનિબંધ માટે પી.એચ.ડી.ની પદવી મેળવી. આમ, 2001માં 63 વર્ષની વયે પી.એચ.ડી.ની પદવી મેળવી શ્રી પ્રતાપભાઈ પંડ્યા…ડૉ. પ્રતાપભાઈ પંડ્યા તરીકે ઓૅળખાયા.
સંસ્કાર અને સંસ્કૃતિની નગરી વડોદરા સાથે તેમનો સંબંધ તદ્ન જુદી અને આગવી ઓળખ રહ્યો છે. પ્રતાપભાઈ માટે વડોદરા એ સંસ્કારી નગરીની સાથે નિવૃત્ત વયસ્કોની નગરી કે જ્યાં ચારે દિશામાં સિનિયર સિટિઝન્સના વિવિધ મંડળો અને આનંદ સભર કાર્યક્રમોથી મલકાતી કલા-સાહિત્ય-સંસ્કારોની આગવી એક જુદી શૈલી છે.
તેઓ વડોદરા સ્થાયી થયા પછી ગુજરાત પુસ્તકાલય મંડળના સંપર્કમાં આવ્યા. જ્યાં તેમની રચનાત્મકતા અને અનોખા પુસ્તક વાંચનના શોખ અને અભિગમને લઈને તેઓ સાહિત્યરસિકો, સાહિત્યકારો અને શિક્ષકો વચ્ચે એટલી સહજ રીતે ભળી ગયા કે આગળ જતા મિત્રોના સાથ અને સહકારથી પ્રતાપ પંડ્યા ‘શિક્ષણ વિદ’ તરીકે ઓળખાયા. તો સિનિયર સિટિઝન્સના મોટા ભાગના મંડળો તેમને ‘પંડ્યાદાદા’ના નામે ઓળખવા લાગ્યા.
સાહિત્ય-સેવા અને શોખને સન્માનતા
ડૉ. પ્રતાપભાઈને વિવિધ ઍવોર્ડઝ મળ્યા જેમાં ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ સિનિયર સિટીઝન એવોર્ડ, સત્યેશ્ર્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ‘કવિશ્રી ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્નનું સુવર્ણચંદ્રક’ એન.આર.આઈ. મંડળ, વડોદરા દ્વારા ‘શ્રેષ્ઠ માનવનો એવોર્ડ’, લોકકલા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા સન્માન, કચ્છ સાહિત્ય સભા દ્વારા બહુમાન, લાયન્સ અંધક્ધયા વિદ્યાલય, વડોદરા દ્વારા ટ્રસ્ટી તરીકે સન્માન, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા ‘ઉત્તમ બ્રાહ્મણ’ નો પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા એવોર્ડ, વિદેશમાં લોસ એન્જેલસ (ઞજઅ) માં ‘સાહિત્યસેવી’નો એવોર્ડ, જર્સી સિટી (ઞજઅ) ના ગુજરાતી સમાજ તરફથી
પૂ.મોરારીબાપુના વરદ હસ્તે સન્માન અને આવા અનેક સન્માનો ડૉ. પ્રતાપ પંડ્યાએ મેળવ્યા.
પણ ડૉ. પ્રતાપ પંડ્યાની આગવી ઓળખ બની તેમની ‘પુસ્તક પરબ’થી….! તેઓ જ્યારે વડોદરાના સાહિત્યકારોની નિકટ આવ્યા અને વિવિધ સંસ્થાઓ જેવીકે અક્ષરા, ગઝલસભા, ગ્રંથગોષ્ઠિ, પ્રેમાનંદ સાહિત્ય સભા, શબ્દસેતુ જેવી સાહિત્ય સંસ્થાઓના તેઓ ખૂબ જ સક્રિય સભ્ય બન્યા. તો બીજી તરફ તેમની સાહિત્યરુચિ જોઈને ગુજરાત પુસ્તકાલય દ્વારા તેમને ગુજરાત પુસ્તકાલય મંડળના પ્રમુખ બનાવવામાં આવ્યા. આગળ જતા તેમણે વર્ષ 2006માં ‘પુસ્તક પરબ’નો વિધિવત શુભારંભ કર્યો. આ પુસ્તક પરબની પ્રવૃત્તિઓ હેઠળ ગુજરાતભરમાં સર્વશ્રેષ્ઠ પુસ્તકો મફત આપવાનો અનોખો સાહિત્યયજ્ઞ તેમણે શરૂ કર્યો. તો બીજી તરફ જેઓ ઘરે પુસ્તકાલય શરૂ કરવા ઈચ્છે તેમને રૂપિયા 5000 સુધીના પુસ્તકો ભેટ આપી ‘ઘર પુસ્તકાલય’ શરૂ કરાવી આપે છે. તેમની આ ‘ઘર પુસ્તકાલય’ની પ્રવૃત્તિ એવી તો લોકપ્રિય અને લોકહૈયે સ્થાન પામી કે આજે ભાવનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લાઓ મળી કુલ 120 ‘ઘર પુસ્તકાલયો’ શરૂ થયા. અથાગ પ્રયત્નો અને અવિરત સાહિત્યસેવાની ડૉ. પ્રતાપ પંડ્યાની આ વિશિષ્ટ પહેલે ગુજરાતભરમાં અને ગુજરાતી પરિવારોમાં સર્વોત્તમ સાહિત્ય વંચાય અને જીવન સાથે વણાય એ માટે ભરપૂર પ્રયાસો કર્યા અને આજે મહદંશે યશસ્વી પણ બન્યા.
આ બાબતે ડૉ. પ્રતાપભાઈ પંડ્યાએ લોકભારતીમાં શીખેલા પાઠનું એક સૂત્ર યાદ રાખ્યું કે, ‘સમાજે તમને ઘણું આપ્યું છે તો સમાજનું ઋણ અદા કરવાની જવાબદારી પણ બને છે..’ એટલે ન તો કોઈ કવિ કે સાહિત્યકાર પણ વાંચનના શોખીન એવા પ્રતાપભાઈએ આજે ગુજરાતમાં અને ગુજરાતીઓમાં સાહિત્ય વાંચન-મનન-લેખન માટેની ધૂણી ધખાવી અનુભવી સાહિત્યકારો સાથે નવોદિતો માટે એક જોડતી કડીરૂપ એવું વિશિષ્ટ વ્યક્તિત્વ બની ગયા છે કે જેમના માટે કદાચ લખવું હોય અને લખાવવું હોય તો અવિરત ફૂટતા પ્રેરણાસ્ત્રોતો અને શબ્દગંગાનો અખૂટ પ્રવાહ વહીને એક આખો ગ્રંથ લખાઈ જાય.
આજે ડૉ. પ્રતાપ પંડ્યાને તેઓ જે ગરિમાપૂર્ણ સ્થાને બિરાજી સાહિત્યની સેવા કરે છે તેના માટે તમામ સાહિત્યરસિકો અને ગ્રંથકારોના હ્રદયે ડૉ. પ્રતાપ પંડ્યા એક લેન્ડમાર્ક બની ચૂક્યા છે.
આ સફળતાના સોંપાનો વચ્ચે
ડૉ. પ્રતાપ પંડ્યાએ તેમની જીવન કારકિર્દીની શરૂઆતમાં અનેકવિધ ઉતાર-ચડાવ પણ જોયા. તેમણે શરૂઆતમાં અમરેલીમાં ‘સહકાર ટ્રેડર્સ’ નામે જથ્થાબંધ વેપાર પણ શરૂ કર્યો જે ભાગીદારીમાં હતો જેમાંથી છૂટા થઈ ‘શ્રી ગૌરાંગ ટ્રેડિંગ’ નામથી સ્વાયત્ત વેપાર પણ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મૂળ જીવ શિક્ષક અને પાછા બ્રાહ્મણપુત્ર…! એટલે વેપારનો રંગ કદાચ તેમના સાદગીભર્યા જીવન પર ઝાઝો વખત ચડી શક્યો નહીં. સ્વાર્થી અને તકસાધુ મિત્રો સાથે સબંધોની નિકટતાએ વેપારમાં ખોટ ખવડાવી ઉંચા વ્યાજે નાણાં લઈને ધંધો જમાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. આ પ્રયાસોમાં તેમને તેમનું રહેતું ઘર ‘રમાકુંજ’ ગીરો મૂકવા અને કહેવાતા ધીરધારીયા દાદાઓ પાસે ઉંચા વ્યાજે નાણાં લઈ ધંધો જમાવવાના પ્રયત્નમાં અંતે નિષ્ફળ ગયા. પરંતુ ધૈર્યવાન પત્નીના સહકારથી કહેવાતા ધીરધાર માફીયા પાસેથી પોતાનું ગીરો ઘર બચતના નાણાંમાંથી છોડાવ્યું.
આવા સંઘર્ષપૂર્ણ દિવસો પણ
ડૉ. પ્રતાપભાઈએ તેમની જીવન કારકિર્દીની શરૂઆતે વેઠ્યા. એટલે ડૉ. પ્રતાપભાઈ માટે એટલું જ કહી શકાય કે સોનેરી ચળકાટ પહેલાં ભઠ્ઠામાં તપવું પડે ત્યારે જ સોટચ સોનું ઝવેરીને મળે છે એવું જ સાહિત્ય જગતને ડૉ. પ્રતાપ પંડ્યાના સ્વરૂપે સાહિત્ય-લેખન-વાંચન ક્ષેત્રે પ્રેરણા આપનારું અને પ્રેરણા બનનારું સોટચ સોનું પ્રાપ્ત થયું…!
મૂળ બ્રાહ્મણપુત્ર અને સંસ્કારની સાથે શિક્ષક અને શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા શિક્ષણવિદના આંગણે કલરવ કરતું ભાવિ પણ એવું જ સંસ્કાર અને શિસ્ત સાથે જ્ઞાનસભર હોવાનું જ અથવા તો આપણે એમ કહીએ કે : ‘મોરનાં ઈંડાને ચીતરવા ન પડે…!’
વીરલ વંશ-વારસોના અધિકારી
ડૉ. પ્રતાપ પંડ્યા
ડૉ. પ્રતાપ પંડ્યાના પુત્ર અને પુત્રી રત્ન એવા ગૌરાંગ પ્રતાપ પંડ્યા અને મનીષા પ્રતાપ પંડ્યાએ પણ પિતાના માર્ગે ચાલીને એક ડગલું આગળ વધી પોતાની સાથે અનેક લોકોના જીવન અને જીવન સ્તરને ઉંચું લાવવામાં સફળતા મેળવી તે પણ વિદેશની ધરતી પર જે ડૉ. પ્રતાપ પંડ્યા માટે ગૌરવપૂર્ણ જ નહીં પણ એક ગર્વ લેવા જેવી વાત ગણાય.
ગૌરાંગ પંડ્યા :-
ગૌરાંગ પંડ્યા કે જેમણે અમરેલીના તરવાડા ગામે જન્મ લઈને શાળાકીય શિક્ષણ અમદાવાદની દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કરીને જીવન કારકિર્દીની ઉજળી તકો અને પોતાના સ્વપ્નાઓને સાકારવા માટે નડીઆદની ઉઉઈંઝ માંથી ઇ.ઊ. ૂશવિં ઊહયભિિંજ્ઞક્ષશભત ની ડિગ્રી સાથે શિક્ષણ પૂર્ણ કર્યું. અભ્યાસ પૂર્ણ કરીને ગૌરાંગભાઈએ તેમની ઇંઋઈકની ઋજઈઊઊક નામની સેલ્યુલર કંપની કે જે આજે વોડાફોન તરીકે ઓળખાય છે તેની સાથે પોતાની વ્યવસાયિક કરીયરની શરૂઆત કરી જેમાં તેઓ પ્રથમ કર્મચારી હતા. જ્યાં તેમણે ગુજરાતભરમાં નેટવર્કીંગ ડેવલપ કરીને મોબાઈલ સાથે લોકોને કનેક્ટ કર્યા. તેમના આ અનુભવને આગળ જતા 2000ની સાલમાં યુએસએ જઈને તેમણે ત્યાંની એક મોબાઈલ કંપનીમાં પોતાના બ્રેઈન પાવરથી તેમના કાર્યક્ષેત્રમાં લોકોને પ્રભાવિત કર્યા. આગળ જતા લોકલ કંપનીમાં નેટવર્કીંગનો અનુભવ લઈ તેમની પોતાના ક્ષેત્રના અનુભવ સાથે પૂરતી તકો દેખાતા ગૌરાંગભાઈએ પોતાના ક્ષેત્રમાં સાહસ કરી હાર્ડવેર અને સોફ્ટવેરની સર્વિસ આપતી ઝઝજ-ઠશયિહયતત નામની પોતાની કંપની સ્થાપી. માત્ર ત્રણથી પાંચ માણસોથી કંપનીની શરૂઆત કરીને ગૌરાંગભાઈએ તેમની કંપનીનું નેટવર્ક એટલું વિશાળ કરી દીધું કે આજે તેમની કંપનીમાં લગભગ 550 જેટલા કર્મચારીઓનો સ્ટાફ છે જે ટૂંકા સમયમાં વ્યવસાય ક્ષેત્રે અને તે પણ ટેકનોલોજિના નવા ક્ષેત્રે સવોત્તમ સફળતા કહી શકાય.
વિશ્ર્વની સેલફોન કંપનીઓમાં ‘ટી’મોબાઈલ અગ્રસ્થાને છે. ગૌરાંગભાઈના જીવનના યાદગાર કિસ્સાઓમાંનો આ એક કિસ્સો છે જે યુએસની સિયટેલ કંપનીનું નેટવર્ક ઉભું કરવાનો રૂપિયા 5000 કરોડનો પ્રોજેક્ટ ગૌરાંગભાઈને મળ્યો હતો. તેમના બોસ મિ. ફર્ડી જ્હોન અને અન્ય સાથી એન્જિનિયર મિત્રો સાથે કામ શરૂ કરી ગળાકાપ હરીફાઈમાં કેવી રીતે ટકવું તે બાબતે પિતા પાસેથી માર્ગદર્શન લીધું.
પોતાના 64 વર્ષની વયના બોસને કામ સારી રીતે સમયથી વહેલું પૂરું કરી, કંપનીએ આપેલ બજેટ કરતા 25% ઓછા ખર્ચમાં પોતાની તાકાત અને કાર્યસિદ્ધિ અને સામર્થ્ય સાબિત કર્યું. આ પ્રસંગે ગૌરાંગભાઈએ પ્રતાપભાઈને અમેરિકામાં કંપનીના એક ફંક્શનમાં હાજરી આપવા માટે બોલાવ્યા. સાદા સફેદ ઝભ્ભા-લેંઘામાં પ્રતાપભાઈએ ગૌરાગભાઈની કંપનીમાં હાજરી આપી ત્યારે અંગ્રેજી બોલનારા તમામ સ્ટાફ અને તેમના બોસ ફર્ડી જ્હોને તેમને ‘નમસ્તે’ કહીને આવકાર્યા અને ચરણસ્પર્શ કર્યા. જે જોઈને સૂટ-ટાઈના અંગ્રેજી કલ્ચર સામે પોતે છોભીલા પડશે એ વિચારથી તદ્ન વિપરિત ખૂબજ ઉમળકાભર્યો આવકાર મળ્યો. તેની સાથે ગૌરાંગભાઈની પ્રામણિકતા અને પ્રવાસ, પરિશ્રમ વિશેની પ્રશંસા સાંભળી પ્રતાપભાઈ પોતે ગૌરવ અને ગર્વ સાથે ગદગદ થઈ ગયા સંસ્કાર સાથે સિદ્ધાંતો ફળ્યાનો તેમને જુદો જ રોમાંચ પ્રાપ્ત થયો.

