મેહુલ સુથાર
સંસ્કારી નગરી વડોદરા સંસ્કારની સાથે આધુનિકતાની પરિભાષામાં ઢળી રહી છે. બળબળતી બપોર વચ્ચે વડોદરામાં એપ્રિલ મહિનામાં એક એવા જ ભવ્ય ફેશન કાર્નિવલનું આયોજન થયું હતું. વડોદરાના સેન્ટ્રલ મૉલમાં આ ઈવેન્ટને ‘વડોદરા સ્પ્રિંગ સમર શો-કેસ’ ના ટાઈટલ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. વાઈબ્રન્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈવેન્ટ મેનેજમેન્ટના સહકારથી યોજાયેલા આ ફેશન કાર્નિવલમાં વડોદરાના યૌવને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. સાત જુદા જુદા વિભાગોમાં આ કાર્નિલ ઈવેન્ટ વહેંચાયો હતો. જેની કોરિયોગ્રાફી રાહુલ જૈન, મનોજ કદમ, અને માનસ શર્મા દ્વારા કરવામાં આવી હતી. આ સિક્વન્સીસમાં અનુક્રમે સ્પૉર્ટીલુક સાથે સ્પોર્ટસ બાઈક સાથે રેમ્પ પર રજૂઆત થઈ હતી. ત્યારબાદ રોયલ સિકવન્સમાં અરવિંદભાઈ ખતરી સન્સ દ્વારા 25 થી વધુ વેડિંગ અને પ્રિ-વેડિંગ પોષાકોને રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આ ફૅશન કાર્નિવલનું આકર્ષણ ‘રોયલ રાજપૂતાના સ્ટાઈલ’ રહી. જેમાં સેન્ટ્રલ મૉલના જુદા જુદા પોષાકોને રજૂ કરવામાં આવ્યા હતા. ચોથી સિક્વન્સમાં અપ્રતિમ સ્ટુડિયોના મોના અને રાકેશ ભાવસાર દ્વારા તેમની વાયબ્રન્ટ અને ફ્યુઝન કલેક્શન રજૂ કરવામાં આવી. બાકીની સિક્વન્સમાં ટ્રેન્ડી અને ફન્કી બીચવેઅર્સ સાથે, વેડિંગ વેઅર, અરેબિયન સ્ટાઈલ અને કેઝ્યુઅલ સ્ટાઈલના ટ્રેન્ડી ગારમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.
ઓડિયન્સ મોડલ્સના લુક અને સ્ટાઈલને જોઈ શકે તે માટે ઓડિયન્સ વચ્ચે સફળ પ્રયાસ મેહુલ સુથાર દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર ઈવેન્ટને યુ.એમ. મોટરસાઈકલ્સ ઈન્ડીયા દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો. કો-સ્પોન્સરમાં ટ્રકભાઈ ડોટકોમ અને બ્લિઝનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો.
સંપૂર્ણ ઈવેન્ટનું સંચાલન વીસીએસ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈન્મેન્ટ પ્રા.લિ., સલમાન મેનન એ ફ્રન્ટ પેજ ઈવેન્ટ્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે સમગ્ર ઈવેન્ટની સફળતાનું શ્રેય સની કુરપા, રાહુલ ધ્યાનીને ફાળે જાય છે.
આ ફૅશન કાર્નિવલને યાદગાર બનાવવામાં અને ઈવેન્ટને પોતાની આગવી શૈલીથી ક્લિક કરવા માટે જાણીતા શોએલ સૈયદ અને ફિલ્માંકન શ્રી કેયૂર સોનીનો ફાળો મહત્વનો રહ્યો.