‘બધિર’ અમદાવાદી નેતાઓની ખોવાયેલી ભેંસથી લઇને બ્લેકમની સુધી કાળો રંગ અવાર-નવાર ચર્ચામાં આવે છે. પ્રેમિકાની ઝુલ્ફોમાં આશિકો ઉલઝી પડતાં હોય છે અને માશુકાની કાળી આંખોમાં ડૂબી જતાં હોય છે. આપણા ફિલ્મી કવિઓને માશુકાની ‘કાલી ઝુલફોં કી ઘની છાંવ’માં સૂવાના અભરખા હોય છે અને એ અભરખા પૂરા થઇ શકે એવા પણ હોય છે. જો કે, બોયકટવાળી …









