સંગીતા અતુલ શાહ પુરાતન સમયમાં ભક્ષ્ય અભક્ષ્યની માણસને સમજ નહોતી તેથી તે વન્ય વનસ્પતિઓની સાથે કેટલાક નિર્દોષ જીવોને પોતાના આહારમાં લેતો હતો. ધીમે ધીમે પ્રગતિ થતા માણસે સમજ કેળવી અને માણસે ખાવાલાયક ચીજ-વસ્તુઓનો ઉપભોગ કરવાનું શરૂ કર્યું. અહીંથી શાકાહારનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. વાસ્તવિક રીતે શાકાહાર એટલે શું? તેના જવાબમાં કહીએ તો શાકાહાર એ એવો આહાર …









